સુરહ બકરહ 153,154
PART:-90 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-153,154 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اسۡتَعِيۡنُوۡا بِالصَّبۡرِ وَالصَّلٰوةِ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيۡنَ (153) 153).હે ઈમાનવાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે. તફસીર(સમજુતી):- માણસની બે જ સ્થિતિ હોય છે. સુખ સુવિધા અથવા દુઃખ અને મુસીબત, સુખમાં અલ્લાહનો શુક્ર કરવા પર જોર , અને દુ:ખમાં સબ્ર અને અલ્લાહથી મદદ લેવા પર બળ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ يُّقۡتَلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتٌ ؕ بَلۡ اَحۡيَآءٌ وَّلٰـكِنۡ لَّا تَشۡعُرُوۡنَ (154) 154).અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો, તેઓ જીવિત છે પરંતુ તમે નથી સમઝતા. તફસીર(સમજુતી):- શહીદોને મુર્દા ન કહેવું તેમના માન-સન્માન માટે છે આ જિંદગી બરઝખી (આલોક-પરલોક વચ્...