41,42:સુરહ બકરહ

PART:-26 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) કુરઆનની આયત નં:-41,42👇 〰〰〰〰〰〰〰〰〰〰 وَاٰمِنُوۡا بِمَآ اَنۡزَلۡتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُوۡنُوۡآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا وَّاِيَّاىَ فَاتَّقُوۡنِ 41 41).અને મેં જે ગ્રંથ મોકલ્યો છે તેના પર ઈમાન લાવો. આ તે ગ્રંથના સમર્થનમાં છે જે તમારા પાસે અગાઉથી મોજૂદ હતો, એટલા માટે સૌપ્રથમ તમે જ તેનો ઇન્કાર કરનારા ન બની જાઓ. નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી):-41 જેણે કુરઆન સાથે કુફ્ર કર્યો તેણે મુહમ્મદ રસુલુલ્લાહ સાથે કુફ્ર કર્યો , (ઇબ્ને કષીર) પહેલા અવિશ્વાસુ ન બનો, તેનો અર્થ એ કે તમને જે જ્ઞાન છે તેને ગુમાવી રહ્યાં છો, અને તેથી તમારી જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે. મદિનામાં પ્રથમ યહૂદિઓને ઈસ્લામ માટે આમંત્રણ અપાયું હતું, નહીં તો ઘણા લોકોએ હિજરત કરતા પહેલા ઇસ્લા...