Posts

Showing posts from February 17, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 103,104,105,106

PART:-496 ~~~~~~~~      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય         ~~~~~~~~~~~~~~ હઝરત મૂસા અ.સ. અને ફિરઔન નો કિસ્સો        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•    [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 103,104,105,106 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِهِمۡ مُّوۡسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرۡعَوۡنَ وَمَلَا۟ئِهٖ فَظَلَمُوۡا بِهَا‌ ۚ فَانْظُرۡ كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(103) (103). ત્યારબાદ અમે (રસૂલ) મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા તો તેઓએ તેમનો હક પૂરો ન કર્યો, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• અહીંથી મૂસા(અ.સ.) નું વર્ણન શરૂ થાય છે જે પહેલા વર્ણન કરેલા નબીઓ પછી આવ્યા, જે ઘણા સન્માનિત પયગંબર હતા, જેમને મિસરના ફિરઔન અને તેની જનતા પાસે નિશાનીઓ અન...