Posts

Showing posts from May 4, 2020

સુરહ આલે ઈમરાન 131,132, 133,134

PART:-214          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-131,132                            133,134                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتَّقُوا النَّارَ الَّتِىۡۤ اُعِدَّتۡ لِلۡكٰفِرِيۡنَ‌ۚ(131) 131).અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ لَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ‌ۚ(132) 132).અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ(દયા) કરવામાં આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَسَارِعُوۡۤا اِلٰى مَغۡفِرَةٍ مِّنۡ رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا السَّمٰوٰتُ وَالۡاَرۡضُۙ اُعِدَّتۡ لِلۡمُتَّقِيۡنَۙ(133) 133).અને પોતાના રબની માફીની તરફ અને તે જન્નતની તરફ દોડો, જેની વિશાળતા આકાશો અને ધરતીના બરાબર છે, જે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે. તફસીર(સમજુતી):- ધન-દોલત અને દુનિયાના પાછળ લાગીને આખિરત બરબાદ કરવાને બદલે અલ્લાહ અને તેના રસૂલ(ﷺ ) ના હુકમોનું પાલન કરો અને અલ

સુરહ આલે ઈમરાન 129,130

PART:-213          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-129,130                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ يَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(129) 129).આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહનુ જ છે, તે જેને ઈચ્છે માફ કરે અને જેને ઈચ્છે અઝાબ આપે અને અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘    يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوا الرِّبٰٓوا اَضۡعَافًا مُّضٰعَفَةً ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ‌ۚ(130) 130).અય ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેથી તમે સફળતા મેળવો. તફસીર(સમજુતી):- ઓહદના યુદ્ધની નિષ્ફળતા રસૂલ ( ﷺ)ના હુકમ પર અમલ ન કરવા અને દુનિયાની દોલતની લાલચના કારણે થઈ હતી,એટલા માટે હવે દુનિયાની લાલચ સૌથી વધુ ખતરનાક અને કાયમી સ્વરૂપ વ્યાજથ

સુરહ આલે ઈમરાન 127,128

PART:-212          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-127,128                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لِيَقۡطَعَ طَرَفًا مِّنَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَوۡ يَكۡبِتَهُمۡ فَيَنۡقَلِبُوۡا خَآئِبِيۡنَ(127) 127). (અલ્લાહની આ મદદનો હેતુ એ હતો કે અલ્લાહ) કાફિરો ના એક જૂથને કાપી નાખે અથવા જલીલ કરી દે અને તેઓ નિષ્ફળ થઈને પાછા ફરે તફસીર(સમજુતી):- આ બદ્રના યુદ્ધનો નકશો છે જેમાં અલ્લાહે ફરિશ્તાઓનુ લશ્કર ઉતારીને મુસલમાનોની મદદ કરી, એક જૂથને કાપી નાખે એટલે મુશરિકોના મોટા-મોટા સરદારોના કત્લ થયા અને કેટલાક કૈદી થયા તો કેટલાકે હારીને ભાગવું પડયું ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَيۡسَ لَكَ مِنَ الۡاَمۡرِ شَىۡءٌ اَوۡ يَتُوۡبَ عَلَيۡهِمۡ اَوۡ يُعَذِّبَهُمۡ فَاِنَّهُمۡ ظٰلِمُوۡنَ(128) 128). (આય પયગંબર!) તમારા અધિકારમાં કશું નથી, અલ્લાહ (તઆલા) ઈચ્છે તો તેમની તૌબા કબૂલ કરી લે અથવા અઝાબ આપે, કારણ કે તેઓ જાલિમ છે. તફસીર(સમજુતી):- એટલે કે તે કાફ

સુરહ આલે ઈમરાન 125,126

PART:-211          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-125,126                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ بَلٰٓى ۙ اِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا وَيَاۡتُوۡكُمۡ مِّنۡ فَوۡرِهِمۡ هٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُمۡ بِخَمۡسَةِ اٰلَافٍ مِّنَ الۡمَلٰٓئِكَةِ مُسَوِّمِيۡنَ‏(125) 125).કેમ નહીં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જે નિશાનીવાળા હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشۡرٰى لَـكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوۡبُكُمۡ بِهٖ‌ؕ وَمَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰهِ الۡعَزِيۡزِ الۡحَكِيۡمِۙ‏(126) 126).અને અમે તેને તમારા માટે ફક્ત ખુશખબર અને તમારા દિલોની શાત્વના માટે બનાવી નહિતર મદદ તો પ્રભાવી અને હિકમતવાળા અલ્લાહ તરફથી જ હોય છે.