સુરહ આલે ઈમરાન 131,132, 133,134

PART:-214
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-131,132
                           133,134                   
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاتَّقُوا النَّارَ الَّتِىۡۤ اُعِدَّتۡ لِلۡكٰفِرِيۡنَ‌ۚ(131)

131).અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ لَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ‌ۚ(132)

132).અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ(દયા) કરવામાં આવે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَسَارِعُوۡۤا اِلٰى مَغۡفِرَةٍ مِّنۡ رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا السَّمٰوٰتُ وَالۡاَرۡضُۙ اُعِدَّتۡ لِلۡمُتَّقِيۡنَۙ(133)

133).અને પોતાના રબની માફીની તરફ અને તે જન્નતની તરફ દોડો, જેની વિશાળતા આકાશો અને ધરતીના બરાબર છે, જે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે.

તફસીર(સમજુતી):-

ધન-દોલત અને દુનિયાના પાછળ લાગીને આખિરત બરબાદ કરવાને બદલે અલ્લાહ અને તેના રસૂલ(ﷺ ) ના હુકમોનું પાલન કરો અને અલ્લાહની માફી અને તેની જન્નતનો રસ્તો અપનાવો જે ફરમાબ૨દારો માટે બનાવવામાં આવી છે, એટલા માટે આગળ ફરમાબરદારીની વિશેષતા બતાવવામાં આવી છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

الَّذِيۡنَ يُنۡفِقُوۡنَ فِى السَّرَّآءِ وَالضَّرَّآءِ وَالۡكٰظِمِيۡنَ الۡغَيۡظَ وَالۡعَافِيۡنَ عَنِ النَّاسِ‌ؕ وَاللّٰهُ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ‌ۚ(134)

134).જે લોકો આસાનીમાં અને તકલીફમાં પણ (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, ગુસ્સાને પી જાય છે, અને લોકોને માફ કરનારા છે. અલ્લાહ આવા પરહેઝગારોને દોસ્ત રાખે છે.

તફસીર(સમજુતી):-

એટલે કે જ્યારે તેમને ગુસ્સો આવે છે તો તેને પી જાય છે, એટલે કે ગુસ્સામાં કામ નથી કરતા અને તેઓને માફ કરી દે છે જેઓ તેમની સાથે બૂરાઈ કરે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92