સુરહ આલે ઈમરાન 129,130

PART:-213
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-129,130
                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ يَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(129)

129).આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહનુ જ છે, તે જેને ઈચ્છે માફ કરે અને જેને ઈચ્છે અઝાબ આપે અને અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘   

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوا الرِّبٰٓوا اَضۡعَافًا مُّضٰعَفَةً ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ‌ۚ(130)

130).અય ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેથી તમે સફળતા મેળવો.

તફસીર(સમજુતી):-

ઓહદના યુદ્ધની નિષ્ફળતા રસૂલ ( ﷺ)ના હુકમ પર અમલ ન કરવા અને દુનિયાની દોલતની લાલચના કારણે થઈ હતી,એટલા માટે હવે દુનિયાની લાલચ સૌથી વધુ ખતરનાક અને કાયમી સ્વરૂપ વ્યાજથી મના કરવામાં આવે છે અને હુકમનું પાલન કરવા પર જોર આપવામાં આવ્યું છે અને બમણું ચોગણું વ્યાજ ન ખાઓનો મતલબ એ નથી કે જો સામાન્ય વ્યાજ હોય તો તે જાઈઝ છે. પરંતુ વ્યાજ થોડું હોય કે વધારે, એકલું હોય કે ભેળવેલું બધું નાજાઈઝ છે જવું કે પહેલા આવી ગયું છે. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે અલ્લાહથી ડરો અને તે આગથી જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે, જેનાથી આ ચેતવણી પણ છે કે જો વ્યાજ લેવાથી રોકાશો નહિં તો આ કાર્ય તમને કુફ્ર સુધી લઈ જશે કેમકે વ્યાજ ખાવું એ અલ્લાહ અને તેના રસૂલ ( ﷺ) સાથે યુદ્ધનું એલાન છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92