Posts

Showing posts from February 3, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 63,64

 PART:-482 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ એક માણસજાતને નબી બનાવવામાં આવે તેનું આશ્ચર્ય કેમ?           ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 63,64 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ====================== اَوَعَجِبۡتُمۡ اَنۡ جَآءَكُمۡ ذِكۡرٌ مِّنۡ رَّبِّكُمۡ عَلٰى رَجُلٍ مِّنۡكُمۡ لِيُنۡذِرَكُمۡ وَلِتَـتَّقُوۡا وَلَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ(63) (63). શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી તમારી કોમ (સમુદાય) તરફ એક પુરૂષ પર કોઈ નસીહતની વાત આવી છે ? જેથી તમને બાખબર કરે, અને તમે પરહેઝગારી અપનાવો અને જેથી તમારા ઉપર દયા કરવામાં આવે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• નૂહ(અ.સ.) ની કોમને આશ્ચર્ય થતું હતું કે અમારામાંથી એક માણસ નબી બનીને અમને અલ્લાહ ના અઝાબથી બીવડાવે છે જેવી રીતે કે અત્યારે પણ કેટલાક ગુમરાહ મુસલમાનોનુ માનવું છે કે જે નબી હોય તે માણસ ન હોય શકે. અહીં નૂહ (અ.સ.) નો જવાબ એ છે