Posts

Showing posts from January 12, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 10,11,12

 PART:-459            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   (૧). માનવજાતિ ઉપર અલ્લાહની બેહિસાબ               નેઅમત અને ઈનામ          (૨). શેતાનનું ગુરુર અને ઘમંડ        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 10,11,12 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَقَدۡ مَكَّـنّٰكُمۡ فِى الۡاَرۡضِ وَجَعَلۡنَا لَـكُمۡ فِيۡهَا مَعَايِشَ ؕ قَلِيۡلًا مَّا تَشۡكُرُوۡنَ(10) (10). અને અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને તેમાં તમારા માટે જિંદગીનો સામાન બનાવ્યો, તમે ઘણા ઓછા આભારી થાઓ છો. તફસીર(સમજુતી):- અહીં માનવજાતિ ઉપર અલ્લાહે કરેલ નેઅમત, એહસાન વ ઈનામ નું બયાન કરવામાં આવે છે જેથી માનવીઓ પયગંબરોની દઅવતને કબુલ કરે અને અલ્લાહનો શુક્ર કરે પરંતુ માનવી ધણો ઓછો શુક્ર કરે છે. "જિંદગીનો સામાન બનાવ્યો" એટલે કે જીવનની જરૂરિયાત માથી ફક્ત હવા ને છીનવી લેવાય તો શ્વાસ ન લઈ શકે, અને સુરજનો તડકો ના