સુરહ બકરહ 159,160
PART:-93* *(Quran-Section)* *(2)સુરહ બકરહ* *આયત નં.:-159,160* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلۡنَا مِنَ الۡبَيِّنٰتِ وَالۡهُدٰى مِنۡۢ بَعۡدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الۡكِتٰبِۙ اُولٰٓئِكَ يَلۡعَنُهُمُ اللّٰهُ وَ يَلۡعَنُهُمُ اللّٰعِنُوۡنَۙ (159 159).જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત)ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર (લાનત) છે. તફસીર(સમજુતી):- અલ્લાહ તઆલાએ જે વાતો પોતાની કિતાબમાં ઉતારી છે તેને છુપાવવું એટલો મોટો ગુનોહ (પાપ) છે કે અલ્લાહની ફિટકાર સિવાય બીજા ફિટકાર કરનારાઓ દ્વારા પણ ફિટકાર કરવામાં આવે છે. હદીસમાં છે કે, “જેનાથી કોઈ વાત પૂછવામાં આવી જેનું ઈલ્મ તેને હતું છતાં તેણે તેને ...