(2).સુરહ બકરહ 74,75

PART:-42 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-74,75, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ ثُمَّ قَسَتۡ قُلُوۡبُکُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ فَہِیَ کَالۡحِجَارَۃِ اَوۡ اَشَدُّ قَسۡوَۃً ؕ وَ اِنَّ مِنَ الۡحِجَارَۃِ لَمَا یَتَفَجَّرُ مِنۡہُ الۡاَنۡہٰرُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَشَّقَّقُ فَیَخۡرُجُ مِنۡہُ الۡمَآءُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَہۡبِطُ مِنۡ خَشۡیَۃِ اللّٰہِ ؕوَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۷۴﴾ 74).પરંતુ આવી નિશાનીઓ જોયા પછી પણ છેવટે તમારા હૃદય કઠોર થઈ ગયા, પથ્થરો જેવા કઠોર, બલ્કે કઠોરતામાં તેનાથી પણ વધારે, કારણ કે પથ્થરોમાંથી તો કોઈ એવો પણ હોય છે, જેમાંથી ઝરણાં ફૂટીને વહી નીકળે છે, કોઈ ફાટે છે અને તેમાંથી પાણી નીકળી આવે છે, અને કોઈ અલ્લાહના ડરથી ધ્રુજીને પડી પણ જાય છે. અલ્લાહ તમારા કરતૂતોથી અજાણ નથી. તફસીર(સમજુતી):- આ આયતમાં, બની ઇસરાઇલના લોકોને યાદ કરાવે છે કે આવા અદ્ભુત ચમત્કારો અને શક્...