Posts

Showing posts from April 18, 2020

સુરહ આલે ઈમરાન 99,100

PART:-199          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-99,100                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ تَبۡغُوۡنَهَا عِوَجًا وَّاَنۡتُمۡ شُهَدَآءُ ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ(99) 99).તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ(તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوۡا فَرِيۡقًا مِّنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ يَرُدُّوۡكُمۡ بَعۡدَ اِيۡمَانِكُمۡ كٰفِرِيۡنَ(100) 100).અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને કુફ્રની તરફ ફેરવી દેશે. તફસીર(સમજુતી):- યહુદીઓના મકરો-ફરેબ અને મુસલમાનોને ગુમરાહ કરવાની કોશિશનુ ઝિક્ર કરીને અલ્લાહ મુસલમાનોને હો

સુરહ આલે ઈમરાન 97,98

PART:-198          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-97,98                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فِيۡهِ اٰيٰتٌ ۢ بَيِّنٰتٌ مَّقَامُ اِبۡرٰهِيۡمَۚ  وَمَنۡ دَخَلَهٗ كَانَ اٰمِنًا ‌ؕ وَلِلّٰهِ عَلَى النَّاسِ حِجُّ الۡبَيۡتِ مَنِ اسۡتَطَاعَ اِلَيۡهِ سَبِيۡلًا ‌ؕ وَمَنۡ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنِ الۡعٰلَمِيۡنَ(97) 97).જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ”(એક પથ્થર છે જેના પર ખાનાએ કા'બાના નિર્માણ સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો પર જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે. અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે. તફસીર(સમજુતી):- "રસ્તો મેળવી શકો છો"નો અર્થ એ છે કે રસ્તાના ખર્ચનું આયોજન હોય, એટલે કે એટલો માલ હોય જેથી રસ્તાનો ખર્ચ પૂરો થઈ જાય, તેના સિવાય આયોજનથી આશય એ પણ છે કે રસ્તામાં શાંતિ હોય, અને જાન તથા માલ

સુરહ આલે ઈમરાન 94,95,96

PART:-197          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-94,95,96                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنِ افۡتَرٰى عَلَى اللّٰهِ الۡكَذِبَ مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(94) 94).આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે. તફસીર(સમજુતી):- આરોપ થી મુરાદ અલ્લાહ પર જુઠી વાતો કહેવી એટલે કે જે અલ્લાહે કહ્યું ન હોય તે કહેવું અને નામ અલ્લાહ નુ લેવું ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ صَدَقَ اللّٰهُ‌ ۗ فَاتَّبِعُوۡا مِلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(95) 95).કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઇબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اَوَّلَ بَيۡتٍ وُّضِعَ لِلنَّاسِ لَـلَّذِىۡ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلۡعٰلَمِيۡنَ‌‌ۚ(96) 96).બેશક અલ્લાહ (તઆલા)નું પ્રથમ ઘર જે લોકો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મકામાં છે જે સમગ્ર દુનિય