Posts

Showing posts from May 9, 2020

સુરહ આલે ઈમરાન 145,146

PART:-219          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-145,146                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَفۡسٍ اَنۡ تَمُوۡتَ اِلَّا بِاِذۡنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًا ؕ وَ مَنۡ يُّرِدۡ ثَوَابَ الدُّنۡيَا نُؤۡتِهٖ مِنۡهَا ‌ۚ وَمَنۡ يُّرِدۡ ثَوَابَ الۡاٰخِرَةِ نُؤۡتِهٖ مِنۡهَا ‌ؕ وَسَنَجۡزِى الشّٰكِرِيۡنَ(145) 145).અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે,દુનિયાથી મોહબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું. તફસીર(સમજુતી):- આ કમજોરી અને બુઝદિલી જાહિર કરવાવાળાઓના હોસલામાં વધારો થાય તે માટે કહેવામાં આવે છે, મૌત તો તેના સમય પર આવશે જ પછી ભાગવાની કે બુઝદિલી બતાવવાથી શું ફાયદો ? અને જે દુનિયા માગે છે તેને દુનિયા આપી દેવામાં આવે છે તેના માટે આખિરતમા કશ

સુરહ આલે ઈમરાન 143,144

PART:-218          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-143,144                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ كُنۡتُمۡ تَمَنَّوۡنَ الۡمَوۡتَ مِنۡ قَبۡلِ اَنۡ تَلۡقَوۡهُ ۖ فَقَدۡ رَاَيۡتُمُوۡهُ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ(143) 143).અને તમે આના પહેલા મોત ની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી તફસીર(સમજુતી):- આ એ સહાબાઓ તરફ ઈશારો છે જે બદ્રના યુદ્ધમાં શરીક ન  થઈ શક્યા અને યુદ્ધના મેદાનમાં જેહાદ કરવાની તમન્ના રાખતા હતા અને તેમની સામે ઓહદનુ યુદ્ધ આવ્યું જેમાં મુસલમાનોની જીત હારમાં તબદીલ થઈ ગઈ, જેમાં પુરજોશથી ભરેલાં મુજાહિદો ગમગીનીના અચાનક શિકાર થયા અને કેટલાક નાસી જવા પણ તૈયાર થયા અને કેટલાક સાબિત કદમ રહ્યાં. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوۡلٌ  ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِهِ الرُّسُلُ‌ؕ اَفَا۟ئِنْ مَّاتَ اَوۡ قُتِلَ انْقَلَبۡتُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ‌ؕ وَمَنۡ يَّنۡقَلِبۡ عَلٰى عَ