સુરહ આલે ઈમરાન 143,144

PART:-218
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-143,144
                                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَقَدۡ كُنۡتُمۡ تَمَنَّوۡنَ الۡمَوۡتَ مِنۡ قَبۡلِ اَنۡ تَلۡقَوۡهُ ۖ فَقَدۡ رَاَيۡتُمُوۡهُ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ(143)

143).અને તમે આના પહેલા મોત ની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી

તફસીર(સમજુતી):-

આ એ સહાબાઓ તરફ ઈશારો છે જે બદ્રના યુદ્ધમાં શરીક ન  થઈ શક્યા અને યુદ્ધના મેદાનમાં જેહાદ કરવાની તમન્ના રાખતા હતા અને તેમની સામે ઓહદનુ યુદ્ધ આવ્યું જેમાં મુસલમાનોની જીત હારમાં તબદીલ થઈ ગઈ, જેમાં પુરજોશથી ભરેલાં મુજાહિદો ગમગીનીના અચાનક શિકાર થયા અને કેટલાક નાસી જવા પણ તૈયાર થયા અને કેટલાક સાબિત કદમ રહ્યાં.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوۡلٌ  ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِهِ الرُّسُلُ‌ؕ اَفَا۟ئِنْ مَّاتَ اَوۡ قُتِلَ انْقَلَبۡتُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ‌ؕ وَمَنۡ يَّنۡقَلِبۡ عَلٰى عَقِبَيۡهِ فَلَنۡ يَّضُرَّ اللّٰهَ شَيۡــئًا‌ ؕ وَسَيَجۡزِى اللّٰهُ الشّٰكِرِيۡنَ(144)

144).અને મુહંમ્મદ( ﷺ ) તો ફક્ત એક રસુલ છે એમના પહેલાં ઘણા રસૂલ પસાર થઈ ગયા છે તો જો તે મૃત્યુ પામે અથવા કતલ કરી દેવામાં આવે તો શું તમે (ઈસ્લામથી) ઉલટા પગે પાછા ફરી જશો ? અને જે કોઈ ઉલટા પગે પાછા ફરશે તે અલ્લાહને કોઈ નુકશાન નહિ પહોંચાડી શકે, અને અલ્લાહ શુક્રગુજારોને જલ્દી બદલો આપશે.

તફસીર(સમજુતી):-

મુહમ્મદ(ﷺ )ફક્ત રસૂલ જ છે એટલે કે તેમની વિશેષતા પણ રિસાલત છે એ નહીં કે તે મનુષ્ય ની વિશેષતા થી ઉપર અને ઈશ્વરીય ગુણ ધરાવે છે કે તેમને મૃત્યુથી ભેટો ન થાય.
ઓહદના યુદ્ધમાં કાફિરો દ્રારા અફવા ફેલાવી કે મુહમ્મદ( ﷺ) નુ કત્લ કરવામાં આવ્યું, આ અફવા સાભળતા મુસલમાનોના હોસલા પસ્ત થઈ ગયાં અને કેટલાકે યુદ્ધથી પાછળ હટવાની તૈયારી કરી લીધી ત્યારે આ આયત નાઝિલ થઈ.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92