(2).સુરહ બકરહ:- 80,81

PART:-45 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-80,81, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعۡدُوۡدَۃً ؕ قُلۡ اَتَّخَذۡتُمۡ عِنۡدَ اللّٰہِ عَہۡدًا فَلَنۡ یُّخۡلِفَ اللّٰہُ عَہۡدَہٗۤ اَمۡ تَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸۰﴾ 80).તેઓ કહે છે કે દોજખ (નર્ક)ની આગ અમને કદાપિ સ્પર્શશે નહીં, સિવાય કે થોડા દિવસની સજા મળે તો મળે. તેમને પૂછો, શું તમે અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે, જેનું ઉલ્લંઘન તે કરી શકતો નથી ? કે પછી વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેના વિષે તમને જ્ઞાન નથી તફસીર(સમજુતી):- હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે કે યહૂદી લોકો કહેતા હતા કે દુનિયાની કુલ અવધિ સાત હજાર વર્ષ છે. દરેક વર્ષે ના બદલામાં એક દિવસ એટલેે માત્ર સાત દિવસ નરકમાં રહેવું પડશે યહૂદીઓની આ વાત પર આ આયત નાઝિલ થઈ તો કેટલાક યહૂદી કેહતા ચાલીસ દિવસ સુધી કેમકે ...