સુરહ આલે ઈમરાન 45,46
PART:-175 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-45,46 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنۡهُ ۖ اسۡمُهُ الۡمَسِيۡحُ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ وَجِيۡهًا فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمِنَ الۡمُقَرَّبِيۡنَۙ(45) 45).જ્યારે ફરિશ્તાઓએ કહ્યું અય મરયમ તને અલ્લાહ (તઆલા) પોતાના એક કલિમા ની ખુશખબર આપે છે જેનું નામ મસીહ ઈસા ઈબ્ને મરયમ છે. જે દુનિયા અને આખિરતમાં સન્માનિત છે અને તે મારા નિકટવર્તી લોકોમાંથી છે. તફસીર(સમજુતી):- હજરત ઈસાને કલીમાં અથવા અલ્લાહનો કલમો એટલા માટે કહેવામાં આવે છે તેમની પેદાઈશ એક ચમત્કારીક રૂપમાં સામાન્ય નિયમની વિરુદ્ધ વગર પિતાએ અલ્લાહની વિશેષ તાકાત અને તેના કથન (كن) (...