Posts

Showing posts from April 4, 2020

સુરહ આલે ઈમરાન 69,70

PART:-185          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-69,70                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَدَّتۡ طَّآئِفَةٌ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ لَوۡ يُضِلُّوۡنَكُمؕۡ وَمَا يُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ وَمَا يَشۡعُرُوۡنَ(69) 69).કિતાબવાળાઓનું એક જૂથ ઈચ્છે છે કે તમને ભટકાવી દે, હકીકતમાં તેઓ પોતે પોતાની જાતને ભટકાવી રહ્યા છે, અને સમજતા નથી. તફસીર(સમજુતી):- આ યહૂદીયોના ઈર્ષા અને જલનનું સ્પષ્ટીકરણ છે જે તેઓ ઈમાનવાળાઓથી રાખતા હતા અને આ ઈર્ષાના કારણે મુસલમાનોને ભટકાવવાની કોશિશ કરતા હતા, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે આ રીતે તેઓ પોતે અજાણતામાં પોતાની જાતને ભટકાવી રહ્યા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَاَنۡـتُمۡ تَشۡهَدُوۡنَ(70) 70).અય કિતાબવાળાઓ! તમે પોતે ગવાહ હોવા છતાં પણ અલ્લાહની આયતોને કેમ નથી માનતા.

સુરહ આલે ઈમરાન 67,68

PART:-184          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-67,68                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ اِبۡرٰهِيۡمُ يَهُوۡدِيًّا وَّلَا نَصۡرَانِيًّا وَّ لٰكِنۡ كَانَ حَنِيۡفًا مُّسۡلِمًاؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(67) 67).ઈબ્રાહીમ ન તો યહૂદી હતા ન તો ઈસાઈ, પરંતુ તે પૂરી રીતે ફક્ત મુસલમાન હતા, તે મૂર્તિપૂજક પણ ન હતા તફસીર(સમજુતી):- શબ્દ(حَنِيۡفًا مُّسۡلِمًا )નો અર્થ (નર્યા મુસલમાન) એટલે કે શિર્કથી નફરત કરનાર અને ફક્ત એક અલ્લાહની બંદગી કરનાર ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اَوۡلَى النَّاسِ بِاِبۡرٰهِيۡمَ لَـلَّذِيۡنَ اتَّبَعُوۡهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيۡنَ اٰمَنُوۡا ‌ؕ وَاللّٰهُ وَلِىُّ الۡمُؤۡمِنِيۡنَ(68) 68).બધા લોકોમાંથી વધારે ઈબ્રાહીમની નજીદીક તે લોકો છે જેમણે તેમનું કહેવાનું માન્યું અને આ નબી અને જે લોકો ઈમાન લાવ્યા, ઈમાનવાળાઓનો સંરક્ષક અને મદદગાર અલ્લાહ છે. તફસીર(સમજુતી):- અકાઈદ અને આમાલ ના લિહાઝથી હઝરત ઈબ્રાહીમ અલયહ વસ