સુરહ બકરહ 203,204
PART:-115 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-203,204 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاذۡكُرُوا اللّٰهَ فِىۡٓ اَيَّامٍ مَّعۡدُوۡدٰتٍؕ فَمَنۡ تَعَجَّلَ فِىۡ يَوۡمَيۡنِ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ ۚ وَمَنۡ تَاَخَّرَ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ ۙ لِمَنِ اتَّقٰى ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّکُمۡ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(203) 203).અને અલ્લાહ (તઆલા)ની યાદ તે ગણતરીના થોડા દિવસો (તશરીકના દિવસો)માં કરો, બે દિવસ જલ્દી કરવાવાળા પર કોઈ ગુનોહ નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનોહ નથી.” આ પરહેઝગારો માટે છે, અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે બધા તેના તરફ જમા કરવામાં આવશો. તફસીર(સમજુતી):- તશરીકના દિવસો 11, 12 અને 13 ઝીલહજના છે. આ દિવસોમાં અલ્લાહ તઆલાના ઝિકથી મુરાદ ઊંચી અવાજ સાથે સુન્નત તરીકાથી મુકર્રર તકબીર કહે. ફક્ત ફર્ઝ નમાઝો પછી જ નહિં (જેવું કે એક અસ્પષ્ટ હદીષના આધાર પર મશહૂર ...