Posts

Showing posts from November 22, 2019

સુરહ બકરહ 89

Image
PART:-50 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-89 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَمَّا جَآءَہُمۡ کِتٰبٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ ۙ وَ کَانُوۡا مِنۡ قَبۡلُ یَسۡتَفۡتِحُوۡنَ عَلَی الَّذِیۡنَ کَفَرُوۡا ۚۖ فَلَمَّا جَآءَہُمۡ مَّا عَرَفُوۡا کَفَرُوۡا بِہٖ ۫ فَلَعۡنَۃُ اللّٰہِ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۸۹﴾ 89). અને હવે જ્યારે એક ગ્રંથ અલ્લાહ તરફથી તેમની પાસે આવ્યો છે, કે તે એ ગ્રંથની પુષ્ટિ કરે છે જે તેમની પાસે અગાઉથી મોજૂદ હતો.તેના આગમન અગાઉ કુફ્ર કરનાર લોકો ઉપર (કુરઆન વડે) વિજયી થવા ઈચ્છતા હતા પણ જ્યારે તેમની પાસે (કુરઆન) આવ્યું જેને તેઓ ઓળખી પણ ગયા, ત્યારે તેમણે તેને માનવાનો ઇન્કાર કરી દીધો. અલ્લાહનો ધિક્કાર છે આ ઇન્કાર કરવાવાળાઓ ઉપર. તફસીર(સમજુતી):- જ્યારે પણ યહૂદીઓ અને અરબો વચ્ચે ઝઘડો થતો ત્યારે યહુદીઓ કહેતા હતા કે ટૂંક સમયમાં અલ્લાહ ની સાચી કિતાબ(કુરઆન)ને લઈને અલ્લાહ ના સર્વોચ્ચ મહાન પયગંબર આવશે. ત્યારે અમે તેમની સાથે

(2)સુરહ બકરહ 88

Image
PART:-49 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-88 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ لَّعَنَہُمُ اللّٰہُ بِکُفۡرِہِمۡ فَقَلِیۡلًا مَّا یُؤۡمِنُوۡنَ ﴿۸۸﴾ 88).તેઓ કહે છે કે અમારા હૃદય સુરક્ષિત છે. નહીં, સાચી વાત એ છે કે તેમના કુફ્ર (ઇન્કાર)ના કારણે તેમના પર અલ્લાહની ફિટકાર પડી છે, એટલા માટે તેઓ ભાગ્યે જ ઈમાન લાવે છે. તફસીર(સમજુતી):- યહૂદીઓની એક કહેવત એવી પણ હતી કે અમારા હૃદય ઈલ્મ થી ભરેલા છે, હવે અમને નવા ઈલ્મ ની જરૂર નથી એટલે કે કુરઆન ની તાલીમ ની, તેથી જ અલ્લાહ એ જવાબ આપ્યો કે ઈલ્મ થી નહીં લાનત થી ભરેલા છે અને જેના પર લાનતે ઈલાહી હોય તેમના નસીબે ઈમાન હોતું નથી __________________________