સુરહ બકરહ 89

PART:-50
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-89

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

وَ لَمَّا جَآءَہُمۡ کِتٰبٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ ۙ وَ کَانُوۡا مِنۡ قَبۡلُ یَسۡتَفۡتِحُوۡنَ عَلَی الَّذِیۡنَ کَفَرُوۡا ۚۖ فَلَمَّا جَآءَہُمۡ مَّا عَرَفُوۡا کَفَرُوۡا بِہٖ ۫ فَلَعۡنَۃُ اللّٰہِ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۸۹﴾

89). અને હવે જ્યારે એક ગ્રંથ અલ્લાહ તરફથી તેમની પાસે આવ્યો છે, કે તે એ ગ્રંથની પુષ્ટિ કરે છે જે તેમની પાસે અગાઉથી મોજૂદ હતો.તેના આગમન અગાઉ કુફ્ર કરનાર લોકો ઉપર (કુરઆન વડે) વિજયી થવા ઈચ્છતા હતા પણ જ્યારે તેમની પાસે (કુરઆન) આવ્યું જેને તેઓ ઓળખી પણ ગયા, ત્યારે તેમણે તેને માનવાનો ઇન્કાર કરી દીધો. અલ્લાહનો ધિક્કાર છે આ ઇન્કાર કરવાવાળાઓ ઉપર.

તફસીર(સમજુતી):-

જ્યારે પણ યહૂદીઓ અને અરબો વચ્ચે ઝઘડો થતો ત્યારે યહુદીઓ કહેતા હતા કે ટૂંક સમયમાં અલ્લાહ ની સાચી કિતાબ(કુરઆન)ને લઈને અલ્લાહ ના સર્વોચ્ચ મહાન પયગંબર આવશે. ત્યારે અમે તેમની સાથે મળીને તમારું કત્લેઆમ કરીને તમારા પર વિજયી થઈશું
 
અલ્લાહ થી દુઆઓ કરતાં કે એ નબી ને જલદી મોકલો જેના વિષે અમે તૌરાતમા વાચ્યું છે તેથી
અમે તેમની પર ઈમાન લાવીને અને તેમનો સાથ મેળવીને અમારી તાકાત મજબૂત કર્યો અને દુશ્મનો પર વિજયી થઈએ

અને મુશરીકોને કેહતા એ નબી નો ઝમાનો ખુબ નજીક છે પણ જયારે
 મુહમ્મદ (સ.અ.વ) આવ્યા તમામ નિશાનીઓ લઈને જે તૌરાત માં છે અને યહૂદીઓ એ તમામ નિશાનીઓ ઓળખ લીધી અને દિલથી માની લીધી છતાંય હસદ ના કારણે ઈનકાર કર્યો કારણકે તેઓ અરબ કબીલામાથી હતાં

પરંતુ તેનાથી ઉલ્ટું કે જે મુશરીકે મદીના યહુદીઓ થી સાભળતા હતા નબી વિષે તેઓ જ ઈમાન લઈ આવ્યાં અને યહૂદીઓ પર વિજયી થયા
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92