સુરહ બકરહ 183,184
PART:-105 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-183,184 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُتِبَ عَلَيۡکُمُ الصِّيَامُ کَمَا كُتِبَ عَلَى الَّذِيۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَۙ (183) 183).અય ઈમાનવાળાઓ! તમારા પર રોઝા (ઉપવાસ જે રમઝાન માસમાં રાખવામાં આવે છે) ફર્ઝ કરવામાં આવ્યા, જેવી રીતે તમારાથી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા, જેથી તમે તકવા (અલ્લાહનો ડર)નો રસ્તો અપનાવો.' તફસીર(સમજુતી):- અહીં શબ્દ (صیامُ ، صومُ)રોઝાનો અર્થ છે સવારે સૂરજ નિકળતા પહેલા રાત્રિના અંધારાની પછી જે સફેદ રોશની વાતાવરણમાં હોય છે, તેના સમયથી લઈ સૂરજના ડૂબવા સુધી ખાવા-પીવાથી, પત્નીથી સહશયન (હમબિસ્તરી) કરવાથી અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે રોકાઈ રહેવું. આ બંદગી નફસની પવિત્રતા અને સ્વચ્છતા માટે ઘણી જરૂરી છે. એટલા માટે તમારાથી પહેલાની ઉમ્મતો પર પણ ફર્ઝ કરવામાં આવ્યા ...