Posts

Showing posts from December 11, 2019

(2).સુરહ બકરહ 119,120

PART:-69 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-119,120 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________  اِنَّاۤ اَرۡسَلۡنٰكَ بِالۡحَـقِّ بَشِيۡرًا وَّنَذِيۡرًا ۙ‌ وَّلَا تُسۡئَـلُ عَنۡ اَصۡحٰبِ الۡجَحِيۡمِ (119) 119). અમે તમને સત્ય સાથે ખુશખબર આપનાર, અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે અને જહન્નમીઓના બાબતે તમને પૂછવામાં નહિ આવે. __________________________ وَلَنۡ تَرۡضٰى عَنۡكَ الۡيَهُوۡدُ وَلَا النَّصٰرٰى حَتّٰى تَتَّبِعَ مِلَّتَهُمۡ‌ؕ قُلۡ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الۡهُدٰى‌ؕ وَلَئِنِ اتَّبَعۡتَ اَهۡوَآءَهُمۡ بَعۡدَ الَّذِىۡ جَآءَكَ مِنَ الۡعِلۡمِ‌ۙ مَا لَـكَ مِنَ اللّٰهِ مِنۡ وَّلِىٍّ وَّلَا نَصِيۡرٍ (120) 120). અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહિં થાય જ્યાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો, (આપ) કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત હોય છે. અને જો તમે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તો અલ્લાહના પાસે ન તો તમારો કો

(2)સુરહ બકરહ 117,118

PART:-68 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-117,118 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ بَدِيۡعُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَ اِذَا قَضٰٓى اَمۡرًا فَاِنَّمَا يَقُوۡلُ لَهٗ كُنۡ فَيَكُوۡنُ (117) 117).તે આકાશ અને ધરતીનો રચયિતા છે, અને જ્યારે કોઈ કામનો નિર્ણય કરે છે તો કહી દે છે થઈ જા, તે થઈ જાય છે. __________________________ وَقَالَ الَّذِيۡنَ لَا يَعۡلَمُوۡنَ لَوۡلَا يُكَلِّمُنَا اللّٰهُ اَوۡ تَاۡتِيۡنَآ اٰيَةٌ ‌ ؕ كَذٰلِكَ قَالَ الَّذِيۡنَ مِنۡ قَبۡلِهِمۡ مِّثۡلَ قَوۡلِهِمۡؕ‌ تَشَابَهَتۡ قُلُوۡبُهُمۡ‌ؕ قَدۡ بَيَّنَّا الۡاٰيٰتِ لِقَوۡمٍ يُّوۡقِنُوۡن(118) 118). અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ (તઆલા) સ્વયં અમારાથી વાત કેમ નથી કરતો અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી આવતી, આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી, તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી. તફસીર(સમજુતી):- અભણ એટલ

(2)સુરહ બકરહ 115,116

PART:-67 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-115,116 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَلِلّٰهِ الۡمَشۡرِقُ وَالۡمَغۡرِبُ‌  ۚ فَاَيۡنَمَا تُوَلُّوۡا فَثَمَّ وَجۡهُ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِيۡمٌ(115)   115). અને પૂર્વ તથા પશ્ચિમનો માલિક અલ્લાહ જ છે, તમે જે તરફ મુખ કરો તે તરફ અલ્લાહનું મુખ છે, અલ્લાહ (તઆલા) સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે તફસીર(સમજુતી):- હિજરત પછી જયારે મુસલમાન બૈતુલ મુકદ્દસ તરફ મોઢુ કરીને નમાઝ પઢતા હતા, તો મુસલમાનોને તેનું દુ:ખ હતું, તે મોકા પર આ આયત ઉતરી. કેટલાક કહે છે કે આ આયત તે સમયે ઉતરી જયારે બૈતૂલ મુકદ્દસથી ખાનએ કાઅબા તરફ મોઢું કરવાનો આદેશ થયો. તો યહુદિઓએ જાત-જાતની વાતો ઘડી, કેટલાકની નજીક તેને ઉતરવાનું કારણ સફરમાં સવારી પર નફિલ નમાઝોને પઢવાની પરવાનગી મળી કે સવારીનું મોઢું ગમે તે દિશામાં હોય, નમાઝ પઢી શકો છો. ક્યારેક કેટલાક કારણો ભેગા થઈ જાય અને તે બધાના આદેશ માટે એક જ બાબત ઉતરતી હોય છે. આવી આયતો