સુરહ આલે ઈમરાન 35,36
PART:-170 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-35,36 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَتِ امۡرَاَتُ عِمۡرٰنَ رَبِّ اِنِّىۡ نَذَرۡتُ لَـكَ مَا فِىۡ بَطۡنِىۡ مُحَرَّرًا فَتَقَبَّلۡ مِنِّىۡ ۚ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ(35) 35).જ્યારે ઈમરાનની પત્નીએ કહ્યું કે, હે મારા પાલનહાર! મારા ગર્ભમાં જે કંઈ પણ છે તેને તારા નામથી આઝાદ કરવાની મન્નત માની લીધી તો તું તેને કબૂલ કર, બેશક તું સારી રીતે સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- (તારા નામ પર આઝાદ)નો મતલબ તારી ઈબાદતગાહની ખિદમત માટે ૨જુ કરૂ છું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ اِنِّىۡ وَضَعۡتُهَاۤ اُنۡثٰىؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا وَضَعَتۡؕ وَ لَيۡسَ الذَّكَرُ كَالۡاُنۡثٰى...