Posts

Showing posts from November 27, 2019

(2)સુરહ બકરહ 96

Image
PART:-56 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-96 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَتَجِدَنَّہُمۡ اَحۡرَصَ النَّاسِ عَلٰی حَیٰوۃٍ ۚۛ وَ مِنَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا ۚۛ یَوَدُّ اَحَدُہُمۡ لَوۡ یُعَمَّرُ اَلۡفَ سَنَۃٍ ۚ وَ مَا ہُوَ بِمُزَحۡزِحِہٖ مِنَ الۡعَذَابِ اَنۡ یُّعَمَّرَ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿٪۹۶﴾ (96).તમે જોશો કે આ લોકો જીવવાની સૌથી વધુ લાલસા ધરાવે છે, બલ્કે આ બાબતમાં તેઓ મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ) કરતાં પણ આગળછે. તેમનામાંથી એકેએક વ્યક્તિ એવું ઇચ્છે છે કે કોઈ પણ રીતે હજારવર્ષ જીવે, જો કે લાંબું આયુષ્ય તેમને સજાથી તો દૂર રાખી શકતું નથી. જે કંઈ કૃત્યો તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તો તેને જુએ જ છે. (રુકૂઅ-૧૧) તફસીર(સમજુતી):- આ આયત બતાવે છે કે યહૂદીઓ હંમેશાં તેમના દાવાઓમાં જૂઠું કહેતા હતા કે તેઓ અલ્લાહ ના પ્યારા અને મેહબુબ બંદાઓ છે અને સ્વર્ગ ના હકદાર છે, અને બીજા જહન્નમી છે જો કદાચ આવુ હોત, અથવા ઓછામાં ઓછું તેમને પોતાના

(2).સુરહ બકરહ 94,95

Image
PART:-55 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-94,95 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قُلۡ اِنۡ کَانَتۡ لَکُمُ الدَّارُ الۡاٰخِرَۃُ عِنۡدَ اللّٰہِ خَالِصَۃً مِّنۡ دُوۡنِ النَّاسِ فَتَمَنَّوُا الۡمَوۡتَ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۹۴﴾ 94).તેમને કહો કે જો હકીકતમાં અલ્લાહ પાસે આખિરત (પરલોક)નું ઘર તમામ મનુષ્યોને છોડીને માત્ર તમારા માટે જ વિશિષ્ટ હોય, તો તમારે મૃત્યુની ઇચ્છા કરવી જોઈએ, જો તમે તમારા આ વિચારમાં સાચા છો. તફસીર(સમજુતી):- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (ર.અ.) કહે છે કે યહૂદીઓને અલ્લાહ એ મુહમ્મદ (સ.અ.વ.) દ્રારા મૌખિક સંદેશ આપવામાં આવ્યો હતો કે જો તમે સત્યવાદી હોવ તો સ્પર્ધામાં આવો અને આપણે અલ્લાહને પ્રાર્થના કરીશું કે તે આપણા વચ્ચે જે જૂઠા છે તેને હલાક કરી નાખે  પરંતુ એવી આગાહી પણ કરી કે તેઓ કદી સહમત નહીં થાય, જેથી તેઓ કદી પણ હરીફાઈમાં ન આવ્યા કારણ કે તેઓ દીલ થી હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસ્સલ્લમ ને  અને અલ્લાહ ની સાચી કિતાબ(કુરઆન મજીદ)ને સાચી