(2).સુરહ બકરહ 94,95

PART:-55
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-94,95

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

قُلۡ اِنۡ کَانَتۡ لَکُمُ الدَّارُ الۡاٰخِرَۃُ عِنۡدَ اللّٰہِ خَالِصَۃً مِّنۡ دُوۡنِ النَّاسِ فَتَمَنَّوُا الۡمَوۡتَ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۹۴﴾

94).તેમને કહો કે જો હકીકતમાં અલ્લાહ પાસે આખિરત (પરલોક)નું ઘર તમામ મનુષ્યોને છોડીને માત્ર તમારા માટે જ વિશિષ્ટ હોય, તો તમારે મૃત્યુની ઇચ્છા કરવી જોઈએ, જો તમે તમારા આ વિચારમાં સાચા છો.

તફસીર(સમજુતી):-

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (ર.અ.) કહે છે કે યહૂદીઓને અલ્લાહ એ મુહમ્મદ (સ.અ.વ.) દ્રારા મૌખિક સંદેશ આપવામાં આવ્યો હતો કે જો તમે સત્યવાદી હોવ તો સ્પર્ધામાં આવો અને આપણે અલ્લાહને પ્રાર્થના કરીશું કે તે આપણા વચ્ચે જે જૂઠા છે તેને હલાક કરી નાખે  પરંતુ એવી આગાહી પણ કરી કે તેઓ કદી સહમત નહીં થાય, જેથી તેઓ કદી પણ હરીફાઈમાં ન આવ્યા

કારણ કે તેઓ દીલ થી હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસ્સલ્લમ ને  અને અલ્લાહ ની સાચી કિતાબ(કુરઆન મજીદ)ને સાચી માને છે. અને જો તેઓ આ ઘોષણા પર સ્પર્ધામાં બહાર આવ્યા હોત તો દરેકે દરેક હલાક થઈ જાત  સમગ્ર પૃથ્વી પર એક પણ યહૂદિ બાકી ન હોત.
__________________________
وَ لَنۡ یَّتَمَنَّوۡہُ اَبَدًۢا بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِالظّٰلِمِیۡنَ ﴿۹۵﴾

95).તેઓ આ ઇચ્છા ક્યારેય નહીં કરે, એટલા માટે કે પોતાના હાથો વડે જે કંઈ કમાવીને તેમણે ત્યાં મોકલ્યું છે, તેનો તકાદો એ જ છે (કે તેઓ ત્યાં જવાની ઇચ્છા ન કરે), અલ્લાહ અત્યાચારીઓની સ્થિતિથી સારી રીતે વાકેફ છે.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92