સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

 

0 السَّحَرَةُ فِرۡعَوۡنَ قَالُوۡۤا اِنَّ لَـنَا لَاَجۡرًا اِنۡ كُنَّا نَحۡنُ الۡغٰلِبِيۡنَ(113)


قَالَ نَـعَمۡ وَاِنَّكُمۡ لَمِنَ الۡمُقَرَّبِيۡنَ(114)


(113). અને જાદુગર ફિરઔની પાસે આવી ગયા અને કહ્યું કે, “જો અમે જીતી ગયા તો શું અમારા માટે કોઈ ઈનામ છે?''


(114). (ફિરઓને) કહ્યું કે, “હા, અને તમે બધા નજદીકના લોકોમાંથી થઈ જશો."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


જાદુગર જો કે દુનિયા પ્રાપ્ત કરવાની તમન્ના રાખતા હતા એટલા માટે તેઓએ જાદુની તાલીમ લીધી હતી, એટલા માટે સારો મોકો હતો કે રાજાને અમારી જરૂર પડી તો શા માટે મોકાનો ફાયદો ઉઠાવવામાં ન આવે ? એટલા માટે તેમણે કામયાબ થયા પછીના બદલાની માંગણી કરી જેના ઉપર ફિરઔને કહ્યું કે, “ફક્ત ધન જ નહીં મળે બલ્કે અમારા નિકટવર્તી લોકોમાં સામેલ થઈ જશો.”

=======================


قَالُوۡا يٰمُوۡسٰٓى اِمَّاۤ اَنۡ تُلۡقِىَ وَاِمَّاۤ اَنۡ نَّكُوۡنَ نَحۡنُ الۡمُلۡقِيۡنَ(115)


قَالَ اَلۡقُوۡا‌ ۚ فَلَمَّاۤ اَلۡقَوۡا سَحَرُوۡۤا اَعۡيُنَ النَّاسِ وَاسۡتَرۡهَبُوۡهُمۡ وَجَآءُوۡ بِسِحۡرٍ عَظِيۡمٍ‏(116)


(115). (જાદુગરોએ) કહ્યું કે, “અય મૂસા! ચાહે તમે નાખો અથવા અમે જ નાખીએ?


(116). (મૂસાએ) કહ્યું કે, “તમે જ નાખો.” તો જયારે તેઓએ નાખ્યું તો લોકોની નજરબંદી કરી દીધી અને તેમને ડરાવી દીધા, અને એક પ્રકારનો મોટો જાદુ બતાવ્યો.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


મુસા અ.સ. ને અલ્લાહ પર ભરોસો હતો કે અલ્લાહની મદદ આવશે એટલે તેમણે ખચકાવટ વગર કહ્યું તમારે જે દેખાડવું હોય એ પહેલાં દેખાડી દો. આમાં એ પણ હિકમત હતી કે તેમની જાદુગરી નો તોડ કરીને લોકોને અસલ ચમત્કારથી  રૂબરૂ કરાવાય જેથી તેઓ ઈમાન લાવે.


કેટલાક લોકોનું કહેવું છે કે જાદુગરોની સંખ્યા સીતેર હજાર ની આસપાસ હતી અને આટલી મોટી સંખ્યામાં આ મુબાલગો હતો. જેમાં દરેકે પોત પોતાની રીતે દોરીઓ અને લાકડીઓ મેદાનમાં ફેંકી જે જોવાવાળાની નજરબંદી થતાં દોડતી થવા લાગી અને એક આ પ્રકારનું મોટું જાદુ હતું.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92