Posts

Showing posts from June 14, 2020

સુરહ અન્-નિસા. 9,10

PART:-254          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-9,10  ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلۡيَخۡشَ الَّذِيۡنَ لَوۡ تَرَكُوۡا مِنۡ خَلۡفِهِمۡ ذُرِّيَّةً ضِعٰفًا خَافُوۡا عَلَيۡهِمۡ  ۖفَلۡيَتَّقُوا اللّٰهَ وَلۡيَقُوۡلُوا قَوۡلًا سَدِيۡدًا‏(9) 9).અને જોઈએ કે તેઓ એ વાતથી ડરે કે જો તેઓ પોતાના પાછળ (નાના-નાના) કમજોર બાળકો છોડી જતા, જેમના ખરાબ થઈ જવાનો ડર રહે છે (તો તેમની મોહબ્બત શું હોત), તો બસ અલ્લાહ (તઆલા)થી ડરીને સીધી વાત કહ્યા કરે. તફસીર (સમજુતી):- મૈયતના બાળકોની જવાબદારી જેમના માથે આવી હોય તેવા લોકો અને સાથે-સાથે તમામ લોકોને નસીહત કરવામાં આવે છે કે જેવી રીતે તમે પોતે ઈચ્છો છો કે મારા મુત્યુ પછી "મારા બાળકોની  સારી રીતે દેખભાળ થાય એવી તમારી ચાહત હોય છે" તમે પણ તેવી જ રીતે સારુ વર્તન અનાથો સાથે કરવાનું અને અલ્લાહ થી ડરવાનું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَاۡكُلُوۡنَ اَمۡوَالَ الۡيَتٰمٰى ظُلۡمًا اِنّ

સુરહ અન્-નિસા 7,8

PART:-253          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-7,8  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لِلرِّجَالِ نَصِيۡبٌ مِّمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ ۖ وَلِلنِّسَآءِ نَصِيۡبٌ مِّمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ مِمَّا قَلَّ مِنۡهُ اَوۡ كَثُرَ ‌ؕ نَصِيۡبًا مَّفۡرُوۡضًا(7) 7).માતા-પિતા અને નજીકના રિશ્તેદારોની સંપત્તિમાં પુરૂષોનો હિસ્સો છે અને સ્ત્રીઓનો પણ (જે ધન-સંપત્તિ માતા-પિતા અને નજીકના રિશ્તેદાર છોડીને મરે) ભલે ને તે ધન ઓછું હોય અથવા વધારે (તેમાં) હિસ્સાઓ નક્કી કરેલા છે. તફસીર (સમજુતી):- ઈસ્લામના પહેલા એ પણ જુલમ હતો કે સ્ત્રીઓ અને નાના બાળકોને વારસદારના રૂપમાં કશો ભાગ આપવામાં ન આવતો, ફક્ત મોટા છોકરા જે લડવાના લાયક હોય તેને બધી મિલકતના વારસદાર માનવામાં આવતા, આ આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે પુરૂષોની જેમ સ્ત્રીઓ અને છોકરા-છોકરીઓ પણ પોતાના માતાપિતા અને રિશ્તેદારોના વારસદાર હશે તેમને બાકાત રાખવામાં નહિ આવે.