સુરહ અન્-નિસા 7,8

PART:-253
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-7,8 

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لِلرِّجَالِ نَصِيۡبٌ مِّمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ ۖ وَلِلنِّسَآءِ نَصِيۡبٌ مِّمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ مِمَّا قَلَّ مِنۡهُ اَوۡ كَثُرَ ‌ؕ نَصِيۡبًا مَّفۡرُوۡضًا(7)

7).માતા-પિતા અને નજીકના રિશ્તેદારોની સંપત્તિમાં પુરૂષોનો હિસ્સો છે અને સ્ત્રીઓનો પણ (જે ધન-સંપત્તિ માતા-પિતા અને નજીકના રિશ્તેદાર છોડીને મરે) ભલે ને તે ધન ઓછું હોય અથવા વધારે (તેમાં) હિસ્સાઓ નક્કી કરેલા છે.

તફસીર (સમજુતી):-

ઈસ્લામના પહેલા એ પણ જુલમ હતો કે સ્ત્રીઓ અને નાના બાળકોને વારસદારના રૂપમાં કશો ભાગ આપવામાં ન આવતો, ફક્ત મોટા છોકરા જે લડવાના લાયક હોય તેને બધી મિલકતના વારસદાર માનવામાં આવતા, આ
આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે પુરૂષોની જેમ સ્ત્રીઓ અને છોકરા-છોકરીઓ પણ પોતાના માતાપિતા અને રિશ્તેદારોના વારસદાર હશે તેમને બાકાત રાખવામાં નહિ આવે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا حَضَرَ الۡقِسۡمَةَ اُولُوا الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَالۡمَسٰكِيۡنُ فَارۡزُقُوۡهُمۡ مِّنۡهُ وَقُوۡلُوۡا لَهُمۡ قَوۡلًا مَّعۡرُوۡفًا(8)

8).અને જયારે વહેંચણી વખતે રિશ્તેદાર, અનાથ અને ગરીબ આવી જાય, તો તમે તેમાંથી થોડું ઘણું તેમને પણ આપી દો અને તેમના સાથે નરમીથી વાત કરો.

તફસીર (સમજુતી):-

આને કેટલાક આલિમોએ વિરાસતની આયતથી રદ કહેલ છે પરંતુ સાચી વાત એ છે કે આ રદનો હુકમ નથી બલ્કે એક ખાસ શિષ્ટાચારની હિદાયત છે કે મદદને લાયક રિશ્તેદારો જેમનો વારસામાં કોઈ ભાગ ન હોય, તેમને પણ વહેંચણી વખતે કશું આપી દો, તેના સિવાય તેમને પ્યારથી અને નરમીથી વાત કહો, માલ આવતો જોઈને કારૂન અને ફિરઔન ન બનો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92