Posts

Showing posts from November 25, 2019

(2).સુરહ બકરહ 93

Image
 PART:-54 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-93 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اسۡمَعُوۡا ؕ قَالُوۡا سَمِعۡنَا وَ عَصَیۡنَا ٭ وَ اُشۡرِبُوۡا فِیۡ قُلُوۡبِہِمُ الۡعِجۡلَ بِکُفۡرِہِمۡ ؕ قُلۡ بِئۡسَمَا یَاۡمُرُکُمۡ بِہٖۤ اِیۡمَانُکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۳﴾ 93).પછી જરા તે કરારને યાદ કરો, જે તૂરને તમારા ઉપર ઉઠાવીને અમે તમારા પાસેથી લીધો હતો. અમે તાકીદ કરી હતી કે જે માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ તેનું ચુસ્તપણે પાલન કરો અને ધ્યાનપૂર્વક સાંભળો. તમારા પૂર્વજોએ કહ્યું કે અમે સાંભળી લીધું, પરંતુ માનીશું નહીં અને તેમના કુફ્ર (ઇન્કાર)ની સ્થિતિ એ હતી કે તેમના હૃદયમાં વાછરડું જ વસી ગયું હતું. કહો, ''જો તમે ઈમાનવાળા છો, તો આ વિચિત્ર ઈમાન ખરાબ કૃત્યોનો તમને આદેશ આપે છે.'' તફસીર(સમજુતી):- અલ્લાહ કહે છે બની ઈસરાઈલ ની ખતાઓ, ગ

(2).સુરહ બકરહ 92

Image
PART:-53 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-92 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَقَدۡ جَآءَکُمۡ مُّوۡسٰی بِالۡبَیِّنٰتِ ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَنۡتُمۡ ظٰلِمُوۡنَ ﴿۹۲﴾ 92).તમારી પાસે મૂસા કેવી-કેવી સ્પષ્ટ નિશાનીઓ સાથે આવ્યા. છતાં પણ તમે એવા અત્યાચારી હતા કે તેમની પીઠ ફરતાં જ વાછરડાને ઉપાસ્ય બનાવી બેઠાં. અને તમે પોતાના પણ જુલ્મ કર્યો તફસીર(સમજુતી):- શું તમને મૂસા(અ.સ.)એ.મોટા મોટા ચમત્કાર ના બતાવ્યા, જેવા કે તોફાન, તીડ્સ, જૂ, દેડકા, લોહી વગેરે મુસા(અ.સ.) ની બદદુઆ દ્વારા મોટા ચમત્કારો તમે જોયા છે, અને લાકડીનુ સાપ બનવું,હાથ ચંદ્ર ની જેમ તેજસ્વી  બન્યો, દરીયાને ફાડી નાખવા. પથ્થર માંથી પાણી વાદળોને છાયો કરવો મન્ન અને સલવા નીચે આવવું, ખડકમાંથી પ્રવાહોને છોડવું વગેરે. તે બધા જ મહાન ચમત્કારો  જે મુસા(અ.સ.)ની નબુવત(ઈર્શદુત) અને અલ્લાહની એકેશ્વરવાદના સ્પષ્ટ પુરાવાઓ હતા જે તમે પોતાની આંખોથી જોયા પરંતુ આ બાજુ મુસા(મોસેસ)