સુરહ અલ્ અઅ્-રાફ 18,19,20,21
PART:-462 ~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ શેતાનની આદમ(અ.સ.) અને હવ્વા(અ.સ) સાથે મક્કારી વ ફરેબ ~~~~~~~~~~~~~~~~~ [ પારા નંબર:- 08] [ (7)સુરહ અલ્ અઅ્-રાફ] [ આયત નં.:- 18,19,20,21] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ اخۡرُجۡ مِنۡهَا مَذۡءُوۡمًا مَّدۡحُوۡرًا ؕ لَمَنۡ تَبِعَكَ مِنۡهُمۡ لَاَمۡلَــٴَــنَّ جَهَنَّمَ مِنۡكُمۡ اَجۡمَعِيۡنَ(18) (18). (અલ્લાહે) ફરમાવ્યું, “તું અહીંથી અપમાનિત થઈ નીકળી જા, જેઓ આમાંથી તારૂ અનુસરણ કરશે હું તે બધાથી જહન્નમને જરૂર ભરી દઈશ.” ======================= وَيٰۤاٰدَمُ اسۡكُنۡ اَنۡتَ وَزَوۡجُكَ الۡجَـنَّةَ فَـكُلَا مِنۡ حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُ...