સુરહ અલ્ અઅ્-રાફ 13,14,15,16,17

PART:-461

~~~~~~~~

     

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

      શેતાનનું ગુરુર અને તેની હિમ્મત

      ~~~~~~~~~~~~~~~~     

     

   [ પારા નંબર:- 08]

   [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]

   [ આયત નં.:- 13,14,15,16,17]


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


=======================


قَالَ فَاهۡبِطۡ مِنۡهَا فَمَا يَكُوۡنُ لَـكَ اَنۡ تَتَكَبَّرَ فِيۡهَا فَاخۡرُجۡ اِنَّكَ مِنَ الصّٰغِرِيۡنَ(13)


(13). (અલ્લાહે) હુકમ આપ્યો કે, "તું આકાશ થી ઉત૨ તને કોઈ અધિકાર નથી કે આકાશમાં રહીને ઘમંડ કરે, એટલા માટે નીકળ, બેશક તું અપમાનિતોમાથી છે.


તફસીર(સમજુતી):-



મોટાભાગના વ્યાખ્યાકારોએ આનો મતલબ જન્નતમાંથી નીકળી જાઓ અથવા કેટલાકે આનો મતલબ આકાશથી નીચે ઉતરો એવો લીધો છે. આદરણીય અનુવાદકે અહીં બીજો અર્થ લઈ તેનો અનુવાદ આકાશથી ઊતરો કર્યો છે.


અલ્લાહના હુકમ સામે ઘમંડ કરનાર ઈજ્જત અને સન્માનનો નહીં પરંતુ બેઈજ્જતી અને અપમાનનો હકદાર હોય છે.


=======================


قَالَ اَنۡظِرۡنِىۡۤ اِلٰى يَوۡمِ يُبۡعَثُوۡنَ(14)


(14). (શેતાને) કહ્યું કે, “મને (કયામત સુધી) મહેતલ આપ જયારે લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે.''


તફસીર(સમજુતી):-


અલ્લાહ એ શેતાનની ખ્વાહિશ પ્રમાણે તેને મહેતલ(મોહલત) આપી દીધી.આ મહેતલ  અલ્લાહની હિકમત અને મરજી પ્રમાણે હતી જેનું ઈલ્મ ફક્ત અલ્લાહ ને જ છે.


=======================


قَالَ اِنَّكَ مِنَ الۡمُنۡظَرِيۡنَ(15)


(15). (અલ્લાહે) ફરમાવ્યું કે “તને મહેતલ આપી દેવામાં આવી.”


તફસીર(સમજુતી):-


જો ધારણા કરીએ તો આ મહેતલ (મોહલત) અલ્લાહે એટલા માટે આપી કે તે પોતાના બંદાઓની આજમાઈશ(પરીક્ષા) કરે, કે કોણ તેનો શુક્રગુજાર બંદો છે અને કોણ ના-શુક્રો, અને બહેતર જાણવાવાળો તો અલ્લાહ જ છે આનું ખરેખર ઈલ્મ તો અલ્લાહને જ છે.


=======================


قَالَ فَبِمَاۤ اَغۡوَيۡتَنِىۡ لَاَقۡعُدَنَّ لَهُمۡ صِرَاطَكَ الۡمُسۡتَقِيۡمَۙ‏(16)


(16). (શેતાને) કહ્યું, “તારા મને ધિક્કારવાના કારણે હું તેમના માટે તારા સીધા માર્ગ ઉપર બેસીશ.


=======================


ثُمَّ لَاَتِيَنَّهُمۡ مِّنۡۢ بَيۡنِ اَيۡدِيۡهِمۡ وَمِنۡ خَلۡفِهِمۡ وَعَنۡ اَيۡمَانِهِمۡ وَعَنۡ شَمَآئِلِهِمۡ‌ؕ وَلَا تَجِدُ اَكۡثَرَهُمۡ شٰكِرِيۡنَ‏(17)


(17). પછી તેમના આગળ અને પાછળ તથા જમણે અને ડાબે એમ દરેક બાજુએથી હુમલો કરીશ અને તું તેમનામાંથી વધારે પડતાને શુક્રગુજાર નહિં જુએ.”


તફસીર(સમજુતી):-


એટલે કે દરેક નેકી અને ગુનાહના માર્ગ પર બેસીશ, સારા કામોથી તેમને રોકીશ અને ગુનાહને તેમના સામે સારા અને ખૂબસૂરત બનાવીને રજૂ કરીશ, અને તેને અપનાવવા માટે તાલીમ આપીશ.


વધારે પડતાને શુક્રગુજાર નહિં જુએ એટલે કે શેતાન પોતાના ગુમાનમાં સાચુ કરીને બતાવ્યું કે મોમિનનો ના ફક્ત એક ગિરોહ સિવાય બધાને શિર્ક માં શામેલ કરી નાખ્યા અને શેતાનના પુજારી બનાવી દીધા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92