(2).સુરહ બકરહ:- 55,56

PART:-33 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-55,56 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قُلۡتُمۡ یٰمُوۡسٰی لَنۡ نُّؤۡمِنَ لَکَ حَتّٰی نَرَی اللّٰہَ جَہۡرَۃً فَاَخَذَتۡکُمُ الصّٰعِقَۃُ وَ اَنۡتُمۡ تَنۡظُرُوۡنَ ﴿۵۵﴾ 55).જ્યારે તમે મૂસાને કહ્યું હતું કે અમે તમારો કદાપિ વિશ્વાસ કરીશું નહીં, જ્યાં સુધી પોતાની આંખોથી ખુલ્લી રીતે અલ્લાહને (તમારા સાથે વાત કરતાં) ન જોઈ લઈએ. તે જ વખતે તમારા જોતં-જોતાં એક ભયંકર વીજળી કડાકા સાથે તમારા ઉપર પડી. તફસીર(સમજુતી):- મુસા અ.સ. તૌરાત લેવા માટે તુર પર સિત્તેર માણસોને સાથે લઈ ગયા. જ્યારે મુસા (અ.સ.) પાછા ફર્યા, ત્યારે તેમણે કહ્યું, "જયારે અમે અલ્લાહને અમારી સામે ન જોઈ લઈએ ત્યાં સુધી અમે ઈમાન નહીં લાઈએ" અને તેમના પર વીજળી પડી અને તેમનું મોત નીપજ્યું. મુસા (અ.સ.) ખૂબ જ વ્યથિત થયા અને તેમના જીવન માટે પ્રાર્થના કરી, જેના પર સર્વશક્તિમાન અલ્લાહએ તેમને સજ...