સુરહ બકરહ 188,189
PART:-108 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-188,189 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَاۡكُلُوۡٓا اَمۡوَالَـكُمۡ بَيۡنَكُمۡ بِالۡبَاطِلِ وَتُدۡلُوۡا بِهَآ اِلَى الۡحُـکَّامِ لِتَاۡکُلُوۡا فَرِيۡقًا مِّنۡ اَمۡوَالِ النَّاسِ بِالۡاِثۡمِ وَاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ (188) 188).અને એકબીજાનો માલ ખોટા તરીકાથી ન ખાઓ, ન હકદાર માણસોને રિશ્વત પહોંચાડીને કોઈનો કેટલોક માલ જુલમથી હડપ કરી લો, ભલે ને તમે જાણતા હોવ.” તફસીર(સમજુતી):- આ એવા વ્યક્તિના વિષે છે જેની પાસે કોઈનો હક હોય અને માલિકની પાસે કોઈ સબૂત ન હોય, જેનો ફાયદો ઉઠાવી તે વ્યક્તિ અદાલત અથવા હકદાર પાસે પોતાના હકમાં ફેસલો કરાવી લે, આ રીતે બીજાનો હક લઈ લે આ જુલમ અને હરામ છે, અદાલતનો નિર્ણય જુલમ અને હરામને માન્ય કરી શકાતો નથી અલ્લાહ તઆલાની સામે આવો વ્યક્તિ મુજરીમ હશે. (ઈબ્ને કસીર) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡاَهِلَّةِ ؕ قُلۡ ه...