(2)સુરહ બકરહ 141
PART:-82 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-141 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ تِلۡكَ اُمَّةٌ قَدۡ خَلَتۡۚ لَهَا مَا كَسَبَتۡ وَلَـكُمۡ مَّا كَسَبۡتُمۡۚ وَلَا تُسۡئَـلُوۡنَ عَمَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ (141) 141).આ સમુદાય છે જે પસાર થઈ ગયો, જે તેમણે કર્યું તેમના માટે, અને જે તમે કર્યું તમારા માટે, તમને એમના કર્મો વિષે સવાલ કરવામાં નહિ આવે.' તફસીર(સમજુતી):- આ આયતમાં પછી ફાયદો અને અમલની વિશેષતાનું વર્ણન કરીને બુઝુર્ગો અને મહાત્માઓથી સંબંધ અથવા તેમના પર ભરોસાને બેકાર બતાવવામાં આવ્યો છે. “જેને તેનો કર્મ પાછળ છોડી ગયો તેનો વંશ તેને આગળ નહિં વધારે.” (સહિત મુસ્લિમ) મતલબ કે બુઝુર્ગોના સારા કામોથી તમને કોઈ ફાયદો અને તેમના ગુનાહો પર તમને કોઈ પૂછપરછ ન થશે, પરંતુ તેમના અમલ વિષે તમારાથી અને તમારા અમલ વિશે તેમને પૂછવામાં નહિ આવે. “કોઈ કોઈનો બોજ નહીં ઉઠાવે." (સૂરહઃ ફાતિર-18). “માણસ...