PART:-10 સુરહ બકરહ
*PART:-10* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖ یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۚ وَ مَا یَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ؕ﴿۹﴾ (9).તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યાં છે અને તેમને તેનું ભાન નથી. ➖➖➖➖➖➖➖➖ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ ۙ فَزَادَہُمُ اللّٰہُ مَرَضًا ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌۢ ۬ۙ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۱۰﴾ (10).તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી) તેઓ અલ્લાહ અને ઈમાનવાળા લોકોને ધોકો આપવા માગે છે પણ હકીકતમાં તેઓ પોતાને જ ધોકા આપે છે કારણ તેઓ જે કરી રહ્યાં છે તેમના માટે જ ખોટુ છે 2).રોગ એટલે કુફ્ર અને નિફાક નો રોગ જેનો સુધ...