સુરહ બકરહ:- 49,50

PART:-30 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-49,50 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ نَجَّیۡنٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَسُوۡمُوۡنَکُمۡ سُوۡٓءَ الۡعَذَابِ یُذَبِّحُوۡنَ اَبۡنَآءَکُمۡ وَ یَسۡتَحۡیُوۡنَ نِسَآءَکُمۡ ؕ وَ فِیۡ ذٰلِکُمۡ بَلَآ ءٌ مِّنۡ رَّبِّکُمۡ عَظِیۡمٌ ﴿۴۹﴾ 49).યાદ કરો તે સમય, જ્યારે અમે તમને ફિરઔનવાળાઓની ગુલામીમાંથી મુક્તિ આપી – તેમણે તમને સખત યાતનામાં નાખી રાખ્યા હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી રહેવા દેતા હતા અને એ સ્થિતિમાં તમારા રબ તરફથી તમારી મોટી કસોટી હતી. તફસીર(સમજૂતી):- આ આયતોમાં એવું કહેવામાં આવ્યું છે કે એ યાકૂબના બાળકો, મારી એ કૃપાને યાદ રાખો કે મેં તમને ફીરૌન ની સૌથી ખરાબ સજાથી બચાવ્યા છે. ફીરૌને એક સ્વપ્ન જોયું હતું કે જેરૂસલેમથી આગ સળગી ગઈ, જે ઇજિપ્તના દરેક ઘરમાં તૂટી ગઈ અને ઈસ્રાએલીઓના ઘરોમાં ન ગઈ. જેની તાબિર એવી હતી કે બની ઈસરાઈલમા ...