PART:-07 સુરહ બકરહ
*PART:-07* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِالۡغَیۡبِ وَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ۙ﴿۳﴾ જેઓ અદૃશ્ય ઉપર ઈમાન લાવે છે, નમાઝ કાયમ કરે છે, જે રોજી અમે તેમને આપી છે, તેમાંથી ખર્ચ કરે છે. ➖➖➖➖➖➖➖➖ وَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِکَ ۚ وَ بِالۡاٰخِرَۃِ ہُمۡ یُوۡقِنُوۡنَ ؕ﴿۴﴾ જે ગ્રંથ તમારા ઉપર અવતરિત કરવામાં આવ્યો છે (અર્થાત કુર્આન) અને જે ગ્રંથો તમારા અગાઉ અવતરિત કરવામાં આવ્યા હતા તે સૌના ઉપર ઈમાન લાવે છે, અને આખિરત ઉપર શ્રદ્ધા રાખે છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી) 1).અહીં الَّذِیۡنَ એટલે "જે લોકો" અને یُؤۡمِنُوۡنَ એટલે"ઈમાન લાવે છે" بِالۡغَیۡبِ "ગૈબ પર(અદ્રશ્ય હોય તેવું)" یُقِیۡمُوۡنَ "અને રોજનું કાર્ય" અને الصَّلٰوۃَ ...