PART:-07 સુરહ બકરહ

*PART:-07*

અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖
الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِالۡغَیۡبِ وَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ۙ﴿۳﴾

જેઓ અદૃશ્ય ઉપર ઈમાન લાવે છે, નમાઝ કાયમ કરે છે, જે રોજી અમે તેમને આપી છે, તેમાંથી ખર્ચ કરે છે.
➖➖➖➖➖➖➖➖
 وَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِکَ ۚ وَ بِالۡاٰخِرَۃِ ہُمۡ یُوۡقِنُوۡنَ ؕ﴿۴﴾

જે ગ્રંથ તમારા ઉપર અવતરિત કરવામાં આવ્યો છે (અર્થાત કુર્આન) અને જે ગ્રંથો તમારા અગાઉ અવતરિત કરવામાં આવ્યા હતા તે સૌના ઉપર ઈમાન લાવે છે, અને આખિરત ઉપર શ્રદ્ધા રાખે છે.
➖➖➖➖➖➖➖➖
તફસીર (સમજૂતી)

1).અહીં الَّذِیۡنَ એટલે "જે લોકો"
અને یُؤۡمِنُوۡنَ એટલે"ઈમાન લાવે છે" بِالۡغَیۡبِ "ગૈબ પર(અદ્રશ્ય હોય તેવું)" یُقِیۡمُوۡنَ "અને રોજનું કાર્ય"
અને الصَّلٰوۃَ "નમાઝ પઢે" وَ مِمَّا
"અને તેમાંથી જે" رَزَقۡنٰہُمۡ "રોઝી આપી છે અમે તેમને" یُنۡفِقُوۡنَ
"તેઓ ખર્ચે કરે છે"

કુરઆન થી માર્ગદર્શન મેળવવાવાળા ની ખૂબી એ છે કે તેઓ આંખો થી જોઈ ના હોય અને ફકત અલ્લાહ ના હુકમને  રસુલ(સલ્લ.) ના કેહવાથી ઈમાન લાવે.

અને ઈમાન જુબાની નહીં પણ અમલીકરણ કરે જેવી રીત કેે નમાઝ કાયમ પઢે અને અલ્લાહ એ જે આપ્યું તેને ખર્ચે કરે

‌2). જે કિતાબ(કુરઆન) મહંમદ સલ્લલ્લાહુ અલિયહ વસ્સલ્લમ પર ઉતારવા માં આવી છે તે, અને તેમની અગાઉ આવેલા તમામ  નબીઓ ની કિતાબો પર ઈમાન લાવવુ ફરજ છે પણ અમલીકરણ તો કુરઆન ની શિક્ષા પર જ કરવાનું છે કારણ કે એ કિતાબો તો તે સમય ની હદ સુધી જ હતી

‌અને આખેરત ના દિવસ ને તથા કયામત,જન્નત અને જહન્નમ માં યકીન કરવું


‌મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે. જે ગ્રુપ 01 અને 02 માં ઍડ છે તેમણે નીચે લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92