સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92

 PART:-492

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


નુકશાન માં પડવું એ બદબખ્ત કોમના હિસ્સા માં જ છે      


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 09 ]

    (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 90,91,92 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَقَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَئِنِ اتَّبَعۡتُمۡ شُعَيۡبًا اِنَّكُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ(90)


(90). અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે, “જો તમે શુઐબનું અનુસરણ કર્યું તો બેશક તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


પોતાના બાપ-દાદાઓના ધર્મને છોડવો અને તોલમાપમાં ઓછું ન કરવું તેમના નજદીક નુકસાનવાળી વાત હતી, સચ્ચાઈ એ હતી કે તેમાં જ તેમનો ફાયદો હતો, પરંતુ દુનિયાવાળાઓની નજરમાં તાત્કાલિક મળેલ નફો જ ફાયદો હોય છે, જે તોલમાપમાં ડંંડી મારીને મળતો હતો, તેઓ ઈમાનવાળાઓને ભવિષ્યમા, અંત માં મળતો આખિરતના ફાયદા માટે તેને કેવી રીતે છોડતાં?

=======================


فَاَخَذَتۡهُمُ الرَّجۡفَةُ فَاَصۡبَحُوۡا فِىۡ دَارِهِمۡ جٰثِمِيۡنَ‌(91)


الَّذِيۡنَ كَذَّبُوۡا شُعَيۡبًا كَاَنۡ لَّمۡ يَغۡنَوۡا فِيۡهَا‌‌ ۛۚ اَ لَّذِيۡنَ كَذَّبُوۡا شُعَيۡبًا كَانُوۡا هُمُ الۡخٰسِرِيۡنَ‌‌(92)


(91). તો તેમને ધરતીકંપે પકડી લીધા એટલા માટે તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડીને રહી ગયા.


(92). જેમણે શુએબને જૂઠાડયો તેમની હાલત એવી થઈ ગઈ કે જાણે તે (ધરો)માં કદી વસ્યા જ ન હતા, જેમણે શુઐબને જૂઠાડયા તેઓજ નુકસાનમાં પડી ગયા.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


અહીં (રજફહ)નો અર્થ ભૂકંપ છે અને સૂરઃ હૂદ-94 માં (صيحة) નો અર્થ “ચીખ” થાય છે. ઈમામ ઇબ્ને

કસીર કહે છે કે અઝાબમાં આ બધું થયું, એટલે કે છાંયડાવાળા દિવસનો અઝાબ આવ્યો, સૌથી પહેલા વાદળોના છાયડામાં અગ્નિના ભડકા અને ચિનગારીઓ, પછી આકાશમાં બહુ તેજ ગર્જના થઈ અને ધરતીમાં ભૂકંપ આવ્યો, જેના કારણે તેમની આત્માઓએ શરીર છોડી દીધા, અને નિર્જીવ બનીને પક્ષીઓની જેમ ઘોંટણમાં મોઢું રાખી ઊંધા પડીને રહી ગયા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112