સુરહ અલ્ અઅ્-રાફ 85

 PART:-489

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


                   મદયન


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 85 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَاِلٰى مَدۡيَنَ اَخَاهُمۡ شُعَيۡبًا‌ ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ‌ ؕ قَدۡ جَآءَتۡكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ‌ فَاَوۡفُوا الۡكَيۡلَ وَالۡمِيۡزَانَ وَلَا تَبۡخَسُوا النَّاسَ اَشۡيَآءَهُمۡ وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا‌ ؕ ذٰ لِكُمۡ خَيۡرٌ لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‌(85)


(85). અને (અમે) મદયન તરફ તેમના ભાઈ શુઐબને (મોકલ્યા) તેમણે કહ્યું કે, “હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તમારા રબ તરફથી તમારા તરફ સ્પષ્ટ નિશાની આવી ચૂકી છે, બસ તમે તોલમાપ પૂરેપૂરું કરો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી કરીને ન આપો અને સમગ્ર ધરતી પર તેના પછી કે સુધાર કરી દેવામાં આવ્યો હોય ફસાદ ન ફેલાવો, આ તમારા માટે ફાયદાકારક છે જો તમે ઈમાન લઈ આવો.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


મદયન હજરત ઈબ્રાહીમના પુત્ર અથવા પૌત્રનું નામ હતુ, પછી તેમના જ વંશથી સંબંધિત કબીલાનું નામ પણ મદયન અને જે વસ્તીમાં તેઓ રહેતા હતા તેનું નામ પણ મદયન પડી ગયું, આ રીતે તેને કબીલા અને વસ્તી બંને માટે બોલવામાં આવે છે આ વસ્તી હિજાજ વિસ્તારના રસ્તામાં મઆનની નજીક છે તેને જ કુરઆનમાં બીજી જગ્યાએ (أصحاب الأيكة) (વનના નિવાસી) પણ કહ્યા છે તેમના તરફ હજરત શુઐબ નબી બનાવીને મોકલવામાં આવ્યા. (સૂરઃ અશ શોઅરા-178)


ટિપ્પણી : દરેક નબીને તેમની કોમના ભાઈ કહેવામાં આવ્યા છે જેનો અર્થ તે જ કોમ અને તે જ જાતિના વ્યક્તિ છે જેને કેટલીક જગ્યાએ (رَسُولا مِنْهُم) અથવા (مِن أنفسهِم) પણ કહેવામાં આવ્યા છે. આ બધાનો અર્થ એ છે કે રસૂલ અને નબી મનુષ્યોમાંથી જ એક મનુષ્ય હોય છે જેમને અલ્લાહ તઆલા લોકોની હિદાયત માટે પસંદ કરી લે છે અને વહીના જરીએ તેમના ઉપર કિતાબ અને આદેશો ઉતારે છે.


તૌહીદ (એકેશ્વરવાદ)ના આમંત્રણ પછી તે સમુદાયમાં તોલ-માપમાં કમી કરવી એક મોટી ખરાબી હતી જેનાથી રોકવામાં આવ્યા અને પુરેપુરૂ તોલ-માપ કરવાની તાલીમ આપી. આ બુરાઈ પણ ખૂબ ભયાનક છે જેનાથી તે સમુદાયના નૈતિક

પતનનો ખ્યાલ આવે છે. જેમાં આવી બુરાઈ જોવા મળે છે. આ વિશ્વાસઘાત છે કે પૈસા તો પુરા લેવામાં આવે અને વસ્તુ ઓછી આપવામાં આવે. એટલા માટે સૂરહ મુતફફેફીનમાં આવા લોકો માટે બરબાદીની ખબર આપવામાં આવી છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92