સુરહ અલ્ અઅ્-રાફ 88,89

 PART:-491

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


 શુઐબ અ.સ. ની કોમના સરદારોનુ ધમંડ અને સરકશી             


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 09 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ 

   [ આયત નં.:- 88,89 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَـنُخۡرِجَنَّكَ يٰشُعَيۡبُ وَالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَكَ مِنۡ قَرۡيَتِنَاۤ اَوۡ لَـتَعُوۡدُنَّ فِىۡ مِلَّتِنَا‌ ؕ قَالَ اَوَلَوۡ كُنَّا كٰرِهِيْنَ(88)


(88). તેમની કોમના ઘમંડી સરદારોએ કહ્યું, “હે શુએબ! અમે તમને અને જે તમારા સાથે ઈમાન લાવ્યા છે તેમને જરૂર પોતાની વસ્તીમાંથી કાઢી મૂકીશું, નહિ તો તમે પાછા અમારા ધર્મમાં આવી જાઓ.” તેમણે કહ્યું, "જયારે કે અમે તેનાથી બેઝાર (વિમૂખ) હોય."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


તેમની કોમના સરદારો ધમંડ અને સરકશી તો જુઓ કે તૌહીદ અને ઈમાનનો રદ તો કર્યું પરંતુ તેનાથી પણ વધીને તેઓએ શુઐબ અ.સ. તેમના પર ઈમાન લાવેલા લોકોને ધમકી આપી કે અમારા ધર્મમાં પાછા આવી જાવ નહીં તો તમને આ વસ્તીથી કાઢી મુકીશું.


એહલે ઈમાનને પોતાના ધર્મમાં પાછા બોલાવવુ તો સમજાય છે કારણકે તેઓ કુફ્ર છોડીને ઈમાન લાવ્યા હતાં પણ શુઐબ અ.સ ને કેહવાય છે એનો મતલબ એ નથી કે તેઓ કુફ્ર છોડીને ઈમાનવાળા થયા હશે. આ તો તેમની તબ્લીગ હતી કે તેઓ ઈમાનવાળા સાથીઓની સાથે સાથે શુઐબ અ.સ. ને પણ મેળવી લીધાં.


વિમૂખ હોય એટલે કે અમે તૌહીદને છોડીને તમારા બાપ-દાદાઓ ના ધર્મમાં આવવું નામુમકીન છે.

=======================


قَدِ افۡتَرَيۡنَا عَلَى اللّٰهِ كَذِبًا اِنۡ عُدۡنَا فِىۡ مِلَّتِكُمۡ بَعۡدَ اِذۡ نَجّٰٮنَا اللّٰهُ مِنۡهَا‌ ؕ وَمَا يَكُوۡنُ لَـنَاۤ اَنۡ نَّعُوۡدَ فِيۡهَاۤ اِلَّاۤ اَنۡ يَّشَآءَ اللّٰهُ رَبُّنَا‌ ؕ وَسِعَ رَبُّنَا كُلَّ شَىۡءٍ عِلۡمًا‌ؕ عَلَى اللّٰهِ تَوَكَّلۡنَا‌ ؕ رَبَّنَا افۡتَحۡ بَيۡنَنَا وَبَيۡنَ قَوۡمِنَا بِالۡحَـقِّ وَاَنۡتَ خَيۡرُ الۡفٰتِحِيۡنَ(89)


(89). અમે તો અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવનારા હોઈશું. જો અમે તમારા ધર્મમાં પાછા આવી જઈએ જ્યારે કે અલ્લાહે અમને તેનાથી મુક્ત કરી દીધા છે અને અમારાથી તેમાં પાછા ફરવું શક્ય નથી, પરંતુ એ કે અલ્લાહ ચાહે જે અમારો રબ છે, અમારા રબે દરેક વસ્તુને પોતાના ઈલ્મના દાયરામાં ઘેરી લીધી છે. અમે પોતાના રબ ઉપર જ ભરોસો કરી લીધો, ‘હે અમારા રબ! અમારા અને અમારી કોમ વચ્ચે ફેંસલો કરી દે સચ્ચાઈની સાથે અને તું સૌથી ઉત્તમ ફેંસલો કરનાર છે"


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


"ઉત્તમ ફેંસલો કરનાર છે" એટલે કે અલ્લાહ ઈમાનવાળાઓને બચાવી લેશે અને તેના સિવાયના ને હલાક કરી નાખશે આનાથી આશય એ કે અલ્લાહનો અઝાબ આવવાની તૈયારી છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92