સુરહ અલ્ અઅ્-રાફ 82,83,84

 PART:-488

~~~~~~~~     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

    નાફરમાની, સખત‌ અને મોટો અઝાબ

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 82,83,84 ]

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================

وَمَا كَانَ جَوَابَ قَوۡمِهٖۤ اِلَّاۤ اَنۡ قَالُـوۡۤا اَخۡرِجُوۡهُمۡ مِّنۡ قَرۡيَتِكُمۡ‌ ۚ اِنَّهُمۡ اُنَاسٌ يَّتَطَهَّرُوۡنَ(82)

(82). અને તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય(બીજો) ન હતો કે પરસ્પર કહેવા લાગ્યા કે, “આ લોકોને પોતાની વસ્તીમાંથી કાઢી મૂકો, આ લોકો ઘણા સાફ સૂથરા બને છે.”

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


હઝરત લૂત (અ.સ.) ની દાવત અને તબલીગ તેમને ચુભવા લાગી એટલે લૂત(અ.સ.) ને "વસ્તીમાથી કાઢી મુકો" ની બાંગો પુકારવા લાગ્યા.

=======================

فَاَنۡجَيۡنٰهُ وَاَهۡلَهٗۤ اِلَّا امۡرَاَتَهٗ ‌ۖ كَانَتۡ مِنَ الۡغٰبِرِيۡنَ(83)

(83). તો અમે તેને (લૂત) અને તેના ઘરવાળાઓને બચાવી લીધા સિવાય તેની પત્નીને, કે તે એ લોકોમાં રહી જેઓ (અઝાબમાં) રહી ગયા હતા.

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


લૂત(અ.સ.) ની પત્ની તેમના પર ઈમાન લાવી ન હતી અને તેમના વિરોધીઓ બાજુ હતી. એટલે અઝાબ ભોગવવામાં પણ તેઓમાં શામિલ થઈ ગઈ.

=======================

وَاَمۡطَرۡنَا عَلَيۡهِمۡ مَّطَرًا ‌ؕ فَانْظُرۡ كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُجۡرِمِيۡنَ(84)

(84). અને અમે તેમના ઉપર એક નવા પ્રકારનો વરસાદ વરસાવ્યો' પછી જુઓ તો ખરા કે તે ગુનેહગારોનો કેવો અંજામ થયો.

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ ખાસ પ્રકારનો વરસાદ કેવો હતો ? પથ્થરોનો વરસાદ હતો, જેવી રીતે બીજી જગ્યાએ ફરમાવ્યું:

 

[وَاَمۡطَرۡنَا عَلَيۡهَا حِجَارَةً مِّنۡ سِجِّيۡلٍۙ مَّنۡضُوۡدٍۙ‏ ۞]

(“અમે તેમના ઉપર એક પછી એક પથ્થરોનો વરસાદ વરસાવ્યો.”__સૂરઃ હૂદ-82)


અને એ પણ ફરમાવ્યું કે:

جَعَلۡنَا عَالِيَهَا سَافِلَهَا 

(અમે એ વસ્તીને ઉલટ પલટ કરીને પટકાવી_ સૂર: હૂદ-82)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92