Posts

Showing posts from December 13, 2019

(2)સુરહ બકરહ 124

PART:-72          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-124 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَاِذِ ابۡتَلٰٓى اِبۡرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ‌ؕ قَالَ اِنِّىۡ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ‌ؕ قَالَ وَمِنۡ ذُرِّيَّتِىۡ ‌ؕ قَالَ لَا يَنَالُ عَهۡدِى الظّٰلِمِيۡنَ (124) 124).અને જ્યારે ઈબ્રાહીમ(અ.સ)ની તેમના રબે અનેક વાતોથી પરીક્ષા લીધી', અને તેણે દરેકને પૂરી કરી દેખાડી તો (અલ્લાહે) ફરમાવ્યું કે હું તમને લોકોના ઇમામ (સરદાર) બનાવનાર છું, પૂછ્યું અને મારી સંતાનનને જવાબ આપ્યો કે મારૂ વચન જાલિમોના માટે નથી. તફસીર(સમજુતી):- વાતોથી આશય ધાર્મિક આદેશ, હજના કાનૂન, પુત્રની કુરબાની, હિજરત (સ્થળાંતર), નમરૂદની આગ અને તે બધી પરીક્ષા જેનાથી હજરત ઈબ્રાહીમ (અ.સ)ને પસાર કરવામાં આવ્યા અને તે દરેક પરીક્ષામાં સફળ રહ્યા, જેના પરિણામે લોકોના ઈમામ(સરદાર) ના પદથી સન્માનિત કરવામાં આવ્યા. એટલા માટે મુસલમાન જ નહિં યહૂદી, ઈસાઈ ત્યાં સુધી કે

(2)સુરહ બકરહ 122,123

PART:-71          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-122,123 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ اذۡكُرُوۡا نِعۡمَتِىَ الَّتِىۡٓ اَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَاَنِّىۡ فَضَّلۡتُكُمۡ عَلَى الۡعٰلَمِيۡنَ (122) 122).હે ઈસરાઈલના પુત્રો! મેં તમને જે નેમતો આપી છે તેને યાદ કરો અને એ કે મેં તમને સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠતા આપી રાખી હતી. __________________________ وَاتَّقُوۡا يَوۡمًا لَّا تَجۡزِىۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَيۡئًـا وَّلَا يُقۡبَلُ مِنۡهَا عَدۡلٌ وَّلَا تَنۡفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمۡ يُنۡصَرُوۡنَ (123) 123.)અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ માણસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહિં, ન કોઈ માણસથી બદલો સ્વીકારવામાં આવશે, ન તેને કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેની મદદ કરવામાં આવશે. __________________________

(2)સુરહ બકરહ 121

         PART:-70          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-121 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اَلَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡكِتٰبَ يَتۡلُوۡنَهٗ حَقَّ تِلَاوَتِهٖؕ اُولٰٓئِكَ يُؤۡمِنُوۡنَ بِهٖ‌ ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِهٖ فَاُولٰٓئِكَ هُمُ الۡخٰسِرُوۡنَ (121)  121).જેઓને અમે કિતાબ આપી અને તેઓ તેને પઢવાના હક સાથે પઢે છે તેઓ આ કિતાબ પર પણ ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તેઓ પોતે પોતાનું નુકશાન કરે છે. તફસીર(સમજુતી):- કિતાબવાળાઓ ના ખરાબ લોકોના ખરાબ ચરિત્ર અને સંસ્કારનું જરૂરી વર્ણન કર્યા પછી તેમનામાં જે કોઈ સારા કામ કરવાવાળા અને સાચા હતા, આ આયતમાં તેમના ગુણો અને તેમને ઈમાનવાળા હોવાની ખબર આપવામાં આવી રહી છે. એમાં અબ્દુલ્લાહ બિન સલામ અને તેમના જેવા બીજા માણસો છે જેમને યહૂદીમાંથી ઈસ્લામ ધર્મ કબૂલ કરવાની ખુશનસીબી પ્રાપ્ત થઈ. તેઓ એ રીતે પઢે છે જે રીતે પઢવાનો હક છે.”ના ઘણા અર્થ બતાવવામાં આવ્યા છે જેમ કે  (1) ધ્યાનપૂર