Posts

Showing posts from April 13, 2020

સુરહ આલે ઈમરાન 87,88,89

PART:-194          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-87,88,89                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ جَزَآؤُهُمۡ اَنَّ عَلَيۡهِمۡ لَعۡنَةَ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ‏(87) 87).તેમની સજા એ છે કે તેમના પર અલ્લાહ(તઆલા)ની ફિટકાર છે અને ફરિશ્તાઓની અને તમામ લોકોની. ☘☘☘☘☘☘☘☘☘☘☘ خٰلِدِيۡنَ فِيۡهَا ‌ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَۙ(88) 88).તેઓ હંમેશા તેમાં રહેશે ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન છૂટ આપવામાં આવશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ تَابُوۡا مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ وَاَصۡلَحُوۡا  فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(89) 89).પરંતુ જે લોકો તેના પછી તૌબા અને સુધાર કરી લે તો બેશક અલ્લાહ માફ કરનાર અને મહેરબાન છે. તફસીર(સમજુતી):- અન્સારમાંથી એક મુસલમાન ધર્મભ્રષ્ટ થઈ ગયો અને મૂર્તિપૂજકો સાથે મળી ગયો પરંતુ તરત જ તેને પછતાવો થયો અને તેણે લોકો વડે રસૂલ (ﷺ) સુધી ખબર પહોંચા

સુરહ આલે ઈમરાન 85,86

PART:-193          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-85,86                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يَّبۡتَغِ غَيۡرَ الۡاِسۡلَامِ دِيۡنًا فَلَنۡ يُّقۡبَلَ مِنۡهُ‌ ۚ وَهُوَ فِى الۡاٰخِرَةِ مِنَ الۡخٰسِرِيۡنَ(85) 85).અને જે (વ્યક્તિ) ઈસ્લામના સિવાય કોઈ બીજા ધર્મની શોધ કરે તેનો ધર્મ સ્વીકારવામાં નહિ આવે અને તે આખિરતમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَيۡفَ يَهۡدِى اللّٰهُ قَوۡمًا كَفَرُوۡا بَعۡدَ اِيۡمَانِهِمۡ وَشَهِدُوۡۤا اَنَّ الرَّسُوۡلَ حَقٌّ وَّجَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاللّٰهُ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(86) 86).અલ્લાહ (તઆલા) કેવી રીતે તે લોકોને હિદાયત આપશે જેઓ પોતાના ઈમાન લાવવા, રસૂલની સચ્ચાઈ જાણવાની ગવાહી આપવા અને પોતાની પાસે સ્પષ્ટ નિશાની આવી ગયા પછી પણ કાફિર થઈ જાય.અલ્લાહ (તઆલા) આવા જાલીમોને સીધો રસ્તો દેખાડતો નથી.