સુરહ આલે ઈમરાન 87,88,89

PART:-194
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-87,88,89
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ جَزَآؤُهُمۡ اَنَّ عَلَيۡهِمۡ لَعۡنَةَ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ‏(87)

87).તેમની સજા એ છે કે તેમના પર અલ્લાહ(તઆલા)ની ફિટકાર છે અને ફરિશ્તાઓની અને તમામ
લોકોની.

☘☘☘☘☘☘☘☘☘☘☘

خٰلِدِيۡنَ فِيۡهَا ‌ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَۙ(88)

88).તેઓ હંમેશા તેમાં રહેશે ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન છૂટ આપવામાં આવશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِلَّا الَّذِيۡنَ تَابُوۡا مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ وَاَصۡلَحُوۡا  فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(89)

89).પરંતુ જે લોકો તેના પછી તૌબા અને સુધાર કરી લે તો બેશક અલ્લાહ માફ કરનાર અને મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

અન્સારમાંથી એક મુસલમાન ધર્મભ્રષ્ટ થઈ ગયો અને મૂર્તિપૂજકો સાથે મળી ગયો પરંતુ તરત જ તેને પછતાવો થયો અને તેણે લોકો વડે રસૂલ (ﷺ) સુધી ખબર પહોંચાડી કે (શું મારી તૌબા કબૂલ થઈ શકે
છે.) તેના ઉપર આ આયત ઉતરી.

આનાથી આ માલુમ થયું કે મુર્તદની સજા સખત છે. કેમકે તેને હકને
ઓળખી લીધા પછી ઈર્ષા, જલન અને સરકશીથી સચ્ચાઈથી મોઢુ ફેરવ્યું અને ઈન્કાર કર્યો, પરંતુ જો કોઈ સાચા દિલથી માફી માંગે અને પોતાનો સુધાર કરી લે તો અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો અને રહેમ કરનાર છે. તેની તૌબા કબૂલ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92