સુરહ બકરહ 251,252
PART:-137 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-251,252 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَهَزَمُوۡهُمۡ بِاِذۡنِ اللّٰهِ ۙ وَقَتَلَ دَاوٗدُ جَالُوۡتَ وَاٰتٰٮهُ اللّٰهُ الۡمُلۡكَ وَالۡحِکۡمَةَ وَعَلَّمَهٗ مِمَّا يَشَآءُ ؕ وَلَوۡلَا دَفۡعُ اللّٰهِ النَّاسَ بَعۡضَهُمۡ بِبَعۡضٍ لَّفَسَدَتِ الۡاَرۡضُ وَلٰـکِنَّ اللّٰهَ ذُوۡ فَضۡلٍ عَلَى الۡعٰلَمِيۡنَ(251) 251).છેવટે તેમને અલ્લાહના હુકમથી પરાજિત કરી દીધા અને દાઉદે જાલૂતને કતલ કરી દીધો, અને અલ્લાહે તેને મુલ્ક અને હિકમત અને જેટલુ ઈચ્છયુ ઈલ્મ પણ આપ્યું અને જો અલ્લાહ કેટલાક લોકોને બીજા જૂથોથી હટાવતો ન રહેતો તો ધરતીમાં ફસાદ ફેલાઈ જતો, પરંતુ અલ્લાહ દુનિયાના લોકો પર મોટો ફઝલ કરનાર છે. તફસીર(સમજુતી):- હજરત દાઉદ જે હજુ પયગમ્બર ન હતા અને ન બાદશાહ, તે તાલુતના સૈન્યમાં સૈનિક હ...