સુરહ બકરહ 251,252

PART:-137
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-251,252
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَهَزَمُوۡهُمۡ بِاِذۡنِ اللّٰهِ ۙ وَقَتَلَ دَاوٗدُ جَالُوۡتَ وَاٰتٰٮهُ اللّٰهُ الۡمُلۡكَ وَالۡحِکۡمَةَ وَعَلَّمَهٗ مِمَّا يَشَآءُ ‌ؕ وَلَوۡلَا دَفۡعُ اللّٰهِ النَّاسَ بَعۡضَهُمۡ بِبَعۡضٍ لَّفَسَدَتِ الۡاَرۡضُ وَلٰـکِنَّ اللّٰهَ ذُوۡ فَضۡلٍ عَلَى الۡعٰلَمِيۡنَ(251)

251).છેવટે તેમને અલ્લાહના હુકમથી પરાજિત કરી દીધા અને દાઉદે જાલૂતને કતલ કરી દીધો, અને અલ્લાહે તેને મુલ્ક અને હિકમત અને જેટલુ ઈચ્છયુ ઈલ્મ પણ આપ્યું અને જો અલ્લાહ કેટલાક લોકોને બીજા જૂથોથી હટાવતો ન રહેતો તો ધરતીમાં ફસાદ ફેલાઈ જતો, પરંતુ અલ્લાહ દુનિયાના લોકો પર મોટો ફઝલ કરનાર છે.

તફસીર(સમજુતી):-

હજરત દાઉદ જે હજુ પયગમ્બર ન હતા અને ન બાદશાહ, તે તાલુતના સૈન્યમાં સૈનિક હતા, તેમના હાથોથી જાલૂત માર્યો ગયો અને આ થોડાક જ ઈમાનવાળાઓને મોટી લડાકુ કૌમ પર વિજય અપાવી.

આના પછી અલ્લાહ તઆલાએ હજરત દાઉદને બાદશાહત અને નબૂવ્વત બંને આપ્યા.

તેમાં અલ્લાહના એક કાનુનની ચર્ચા છે કે તે માણસોની જ એક ઉમ્મત વડે બીજી ઉમ્મતના જુલમ અને પ્રભાવને ખત્મ કરતો રહે છે. જો તે આવું ન કરતો અને કોઈ એક જ ઉમ્મતને હંમેશા તાકાત અને પ્રભાવનું સૌભાગ્ય આપી
રાખતો તો આ ધરતી જુલમ અને ફસાદથી ભરાઈ જતી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

تِلۡكَ اٰيٰتُ اللّٰهِ نَـتۡلُوۡهَا عَلَيۡكَ بِالۡحَـقِّ‌ؕ وَاِنَّكَ لَمِنَ الۡمُرۡسَلِيۡنَ(252)

252).આ અલ્લાહની આયતો છે જેને અમે તમારા પર સચ્ચાઈ સાથે પઢીએ છીએ અને ખરેખર તમે રસુલોમાંથી છો.'

તફસીર(સમજુતી):-

આ પાછળની ઘટનાઓ જેનું ઈલ્મ તમારા પર ઉતરેલ પવિત્ર કુરઆન વડે દુનિયાને થઈ રહ્યું છે, હે મુહમ્મદ(સ.અ.વ) બેશક આપની નબુવ્વત અને સચ્ચાઈનું સબૂત છે, તેમનું વર્ણન ન કોઈ કિતાબમાં કરેલ છે ન કોઈનાથી સાંભળ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ગૈબની ખબરો છે જે વહી (ઈશવાણી)ના જરીએ અલ્લાહ તમારા પર ઉતારી રહ્યો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92