Posts

Showing posts from October 31, 2020

સુરહ અલ્ માઈદહ 111,112

 PART:-388            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            આકાશમાંથી એક થાળ            ઉતારવાની માંગણી                  =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 111,112 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَ اِذۡ اَوۡحَيۡتُ اِلَى الۡحَـوَارِيّٖنَ اَنۡ اٰمِنُوۡا بِىۡ وَبِرَسُوۡلِىۡ‌ۚ قَالُوۡۤا اٰمَنَّا وَاشۡهَدۡ بِاَنَّـنَا مُسۡلِمُوۡنَ‏(111)  (111). અને જ્યારે કે મેં હવારિયોને પ્રેરણા આપી કે તમે મારા પર અને મારા રસૂલો પર ઈમાન લાવો, તેમણે કહ્યું, "અમે ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે પૂરી રીતે ફરમાબરદાર છીએ.” તફસીર(સમજુતી):- "હવારી" થી આશય ઈસા ના તે માનવાવાળા જે તેમની પર ઈમાન લાવ્યા અને તેમના સાથી તથા મદદગાર બન્યા તેમની સંખ્યા બાર બતાવવામાં આવી છે. અહીં "વહી" થી આશય તે વહી નથી જે ફરિશ્તાઓ વડે રસૂલો પર ઉતરતી હતી, બલ્કે ‘મનમાં નાખવાના' મતલબમા

સુરહ અલ્ માઈદહ 109,110

 PART:-387            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           (૧). પંયગબરો ની ગવાહી           (૨).ઈસા (અ.સ.)ની ટૂંકમાં કહાની                =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 109,110 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يَوۡمَ يَجۡمَعُ اللّٰهُ الرُّسُلَ فَيَقُوۡلُ مَاذَاۤ اُجِبۡتُمۡ‌ ؕ قَالُوۡا لَا عِلۡمَ لَـنَا ؕ اِنَّكَ اَنۡتَ عَلَّامُ الۡغُيُوۡبِ‏(109) (109). જ્યારે (કયામતના) દિવસે અલ્લાહ (તઆલા) પયગંબરોને જમા કરશે, પછી પૂછશે કે તમને શું જવાબ મળ્યો હતો? તેઓ જવાબ આપશે અમને કશુ ખબર નથી, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે. તફસીર(સમજુતી):- "તમને શું જવાબ મળ્યો હતો?" એટલે કે પંયગબરો ને પૂછવામાં આવશે કે "તમને તમારી ઉમ્મત તરફથી શું જવાબ મળ્યો" એટલે કે તમારી સાથે તેઓએ કેવો વ્યવહાર કરેલો ત્યારે પંયગબરો કહેશે કે "ગૈબ નો જાણકાર તું છું" એટલે કે તેમના દિલો નો