સુરહ અલ્ માઈદહ 111,112

 PART:-388


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        આકાશમાંથી એક થાળ

           ઉતારવાની માંગણી   

             

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 111,112


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَ اِذۡ اَوۡحَيۡتُ اِلَى الۡحَـوَارِيّٖنَ اَنۡ اٰمِنُوۡا بِىۡ وَبِرَسُوۡلِىۡ‌ۚ قَالُوۡۤا اٰمَنَّا وَاشۡهَدۡ بِاَنَّـنَا مُسۡلِمُوۡنَ‏(111) 


(111). અને જ્યારે કે મેં હવારિયોને પ્રેરણા આપી કે તમે મારા પર અને મારા રસૂલો પર ઈમાન લાવો, તેમણે કહ્યું, "અમે ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે પૂરી રીતે ફરમાબરદાર છીએ.”


તફસીર(સમજુતી):-


"હવારી" થી આશય ઈસા ના તે માનવાવાળા જે તેમની પર ઈમાન લાવ્યા અને તેમના સાથી તથા મદદગાર બન્યા તેમની સંખ્યા બાર બતાવવામાં આવી છે. અહીં "વહી" થી આશય તે વહી નથી જે ફરિશ્તાઓ વડે રસૂલો પર ઉતરતી હતી, બલ્કે ‘મનમાં નાખવાના' મતલબમાં છે. જે અલ્લાહ તરફથી કેટલાક લોકોના મનમાં પેદા કરી દેવામાં આવે છે. જેમકે હજરત મૂસાની માતા અને હજરત મરયમમાં આ રીતે મનોભાવના પેદા કરવામાં આવી. આનાથી માલૂમ થયું કે જે લોકોને ‘વહી'ના કલમાથી મૂસાની માતા અને મરયમને રસૂલ માનેલ છે એ સાચુ નથી, એટલા માટે કે તેનો મતલબ મનમાં ખયાલ પેદા કરવો છે, એજ રીતે અહિંયા હવારિયોના રસૂલ હોવાનો મતલબ નથી.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِذۡ قَالَ الۡحَـوَارِيُّوۡنَ يٰعِيۡسَى ابۡنَ مَرۡيَمَ هَلۡ يَسۡتَطِيۡعُ رَبُّكَ اَنۡ يُّنَزِّلَ عَلَيۡنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ‌ ؕ قَالَ اتَّقُوا اللّٰهَ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(112)


(112). યાદ કરો જ્યારે હવારિયોએ કહ્યું કે, “હે ઈસા, મરયમના પુત્ર! શું તમારો રબ અમારા પર આકાશમાંથી એક થાળ ઉતારી શકે છે ?” તેણે (ઈસા) કહ્યું, "જો તમે ઈમાન ધરાવો છો તો અલ્લાહથી ડરો.”


તફસીર(સમજુતી):-


માઈદહ એવા વાસણને કહે છે (પ્લેટ અથવા ટ્રે) જેમાં ખાવાનું હોય. એટલા માટે ખાવાની જગ્યાને પણ માઈદહ કહેવામાં આવે છે, કેમ કે તેના પર પણ ખાવાનું મૂકવામાં આવે છે, સૂરહનું નામ પણ આ જ કારણે છે કે તેમાં તેનું વર્ણન છે. હવારિયોએ પોતાના દિલના સુકૂન માટે આ માંગણી કરી હતી, જેવી રીતે હજરત ઈબ્રાહીમે મડદાંઓને જીવતા કરવાની માંગણી કરી હતી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92