સુરહ આલે ઈમરાન 65,66
PART:-183 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-65,66 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تُحَآجُّوۡنَ فِىۡۤ اِبۡرٰهِيۡمَ وَمَاۤ اُنۡزِلَتِ التَّوۡرٰٮةُ وَالۡاِنۡجِيۡلُ اِلَّا مِنۡۢ بَعۡدِهٖؕ اَفَلَا تَعۡقِلُوۡنَ(65) 65).અય કિતાબવાળાઓ! તમે ઈબ્રાહીમના વિષે કેમ ઝઘડો છો? જ્યારે કે તૌરાત અને ઈન્જીલ તો તેમના પછી ઉતારવામાં આવી, શું તમે પછી પણ નથી સમજતા? તફસીર(સમજુતી):- હજરત ઈબ્રાહીમના વિષે ઝઘડાનો અર્થ એ છે કે યહૂદી અને ઈસાઈ બંને આ દાવો કરતા હતા કે હજરત ઈબ્રાહીમ તેમના ધર્મને માનવાવાળા હતા, ભલે તૌરાત જેના પર યહૂદી યકીન કરે છે અને ઈન્જીલ જેને ઈસાઈ પવિત્ર કિતાબ માને છે બંને હજરત ઈબ્રાહીમના સેંકડો વર્ષ પછી ઉતરી, પછી હજરત ઈબ્રાહીમ યહૂદી અથવા ઈસાઈ કેવી રીતે હોઈ શકે ? કહેવાય છે કે હજરત ઈબ્રાહીમ અને હજરત ...