સુરહ આલે ઈમરાન 65,66

PART:-183
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-65,66
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تُحَآجُّوۡنَ فِىۡۤ اِبۡرٰهِيۡمَ وَمَاۤ اُنۡزِلَتِ التَّوۡرٰٮةُ وَالۡاِنۡجِيۡلُ اِلَّا مِنۡۢ بَعۡدِهٖؕ اَفَلَا تَعۡقِلُوۡنَ(65)

65).અય કિતાબવાળાઓ! તમે ઈબ્રાહીમના વિષે કેમ ઝઘડો છો? જ્યારે કે તૌરાત અને ઈન્જીલ તો તેમના પછી ઉતારવામાં આવી, શું તમે પછી પણ નથી સમજતા?

તફસીર(સમજુતી):-

હજરત ઈબ્રાહીમના વિષે ઝઘડાનો અર્થ એ છે કે યહૂદી અને ઈસાઈ બંને આ દાવો કરતા હતા કે હજરત ઈબ્રાહીમ તેમના ધર્મને માનવાવાળા હતા, ભલે તૌરાત જેના પર યહૂદી યકીન કરે છે અને ઈન્જીલ જેને ઈસાઈ પવિત્ર કિતાબ માને છે બંને હજરત ઈબ્રાહીમના સેંકડો વર્ષ પછી ઉતરી, પછી હજરત ઈબ્રાહીમ યહૂદી અથવા
ઈસાઈ કેવી રીતે હોઈ શકે ? કહેવાય છે કે હજરત ઈબ્રાહીમ અને હજરત મૂસા વચ્ચે એક હજાર વર્ષનો સમયગાળો છે અને હજરત મૂસા અને હજરત ઈસાની વચ્ચે બે હજાર વર્ષનો સમયગાળો હતો. (કુર્તબી)

☘☘☘☘☘☘☘☘☘☘☘

هٰۤاَنۡـتُمۡ هٰٓؤُلَآءِ حٰجَجۡتُمۡ فِيۡمَا لَـكُمۡ بِهٖ عِلۡمٌ فَلِمَ تُحَآجُّوۡنَ فِيۡمَا لَـيۡسَ لَـكُمۡ بِهٖ عِلۡمٌ‌ؕ وَاللّٰهُ يَعۡلَمُ وَاَنۡـتُمۡ لَا تَعۡلَمُوۡنَ(66)

66).સાંભળો! તમે લોકો તેમાં ઝઘડી ચૂક્યા જેનું તમને ઈલ્મ હતું, હવે આમાં તમે કેમ ઝઘડો છો જેનું તમને ઈલ્મ જ નથી? અને અલ્લાહ (તઆલા) જાણે છે તમે
નથી જાણતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92